Gujarat Budget 2022 : શહેરી વિકાસ માટે કુલ 14,297 કરોડની જોગવાઇ, 55 હજાર નવા આવાસો માટે સહાય અપાશે

કેન્દ્ર સરકારનાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧માં દેશના ટોપ-10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો- સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા, આઠમા અને દસમા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે.

Gujarat Budget 2022 : શહેરી વિકાસ માટે કુલ 14,297 કરોડની જોગવાઇ, 55 હજાર નવા આવાસો માટે સહાય અપાશે
Gujarat Budget 2022 Urban Developement
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 5:09 PM

ગુજરાતમાં શહેરીકરણના દરમાં વધારો થતાં રાજ્યની લગભગ ૪૮ ટકા વસતિ શહેરોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે.કેન્દ્ર સરકારનાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧માં દેશના ટોપ-૧૦ સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો- સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા, આઠમા અને દસમા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે.

શહેરી વિકાસ માટે મહત્વની જોગવાઇ 

  1. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે જોગવાઇ `૫૨૦૩ કરોડ.
  2. •ઓક્ટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત જોગવાઇ `૩૦૪૧ કરોડ.
  3. •શહેરી વિસ્તારમાં નવા ૫૫ હજાર આવાસોના નિર્માણ અર્થે સહાય આપવા જોગવાઇ `૯૪૨ કરોડ.
  4. •આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં ૭૫ ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે જોગવાઇ `૫ કરોડ.
  5. SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
    પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
    મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
    સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
    ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
    નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  6. •૧૫મા નાણાંપંચ હેઠળ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક વિકાસનાં કામો માટે અંદાજે `૬ હજાર ૫૦૦ કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટેની જોગવાઇ `૧૦૬૨ કરોડ.
  7. •મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઇ `૭૨૨ કરોડ.
  8. •સ્માર્ટ સિટી યોજના હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને માળખાકીય સગવડો માટે જોગવાઇ `૭૦૦ કરોડ.
  9. •અમૃત યોજના-૨ અંતર્ગત પાણીપુરવઠા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે જોગવાઇ `૩૫૦ કરોડ.
  10. •શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રીજ બનાવવા માટે જોગવાઇ `૨૭૧ કરોડ.
  11. •સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઇ `૨૨૪ કરોડ.
  12. •દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ જોગવાઇ `૧૬૩ કરોડ.
  13. •મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને બીજા અત્યાધુનિક સાધનો પૂરા પાડવા તેમજ ૧૬ નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે જોગવાઇ `૧૫૭ કરોડ.
  14. •નગરપાલિકાઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સ અને સુએઝ વર્ક માટે ૧૫૦ મેગાવોટ વીજળી બિનપરંપરાગત સ્ત્રોતોથી મેળવી ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે `૬૦૦ કરોડના ખર્ચે ગૃપ કેપ્ટીવ સોલાર અને વીન્‍ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે. જે યોજના માટે જોગવાઈ `૬૦ કરોડ.
  15. •વર્લ્ડબેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના `૩ હજાર કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી.
  16. • સુરતમાં તાપી નદીકાંઠાના ડેવલપમેન્ટ માટે વર્લ્ડબેન્ક સહાયિત `૧૯૯૧ કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
  17. • ઔડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહાયિત `૧૯૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
  18. • રાજ્યની અ-વર્ગની ૨૨ નગરપાલિકાઓમાં નાગરિકોને આપવામાં આવતી જુદી-જુદી સેવાઓ તાત્કાલિક મળી શકે તે માટે સિવિક સેન્ટરો ઊભા કરવા માટે જોગવાઇ `૧૧ કરોડ.
  19. • શહેરમાં રખડતાં તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ `૫૦ કરોડ.
  20. • ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યકિતના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

ગિફ્ટ સિટીને બુલીયન એકસ્ચેંજ તરીકે પણ માન્યતા આપેલ છે

ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે. જયાં હવે બધી રેગ્યુલેટરી સત્તાઓ ધરાવતી IFSC ઓથોરીટી કાર્યરત થયેલ છે. ભારત અને વિદેશની નામાંકિત બેન્‍કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ પણ ત્યાં કાર્યરત છે. એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ટ્રેઝરી જેવી સેવાઓને મંજૂરી મળતા તેવી સેવાઓ પણ ચાલુ થયેલ છે. ભારત સરકારે ગિફ્ટ સિટીને બુલીયન એકસ્ચેંજ તરીકે પણ માન્યતા આપેલ છે.

ગિફટ સિટી ઝડપથી આંતરરાષ્ટ્રીય કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે ઉપસી રહેલ છે

ગિફ્ટ સિટીમાં નાણાકીય વ્યવસ્થાપન, ફીનટેક, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્‍જિનિયરીંગ, ગણિત અભ્યાસક્રમો ઓફર કરતી વિદેશી યુનિવર્સિટીઓને માન્યતા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કરેલ છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્‍ટરની સ્થાપના કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં સસ્ટેનેબલ કલાઇમેટ માટે ગ્લોબલ ફાયનાન્‍સની સેવાઓ ઉપલબ્ધ થશે. ભારત સરકાર દ્વારા ઓફ શોર્ડ ડેરીવેટીવ, શીપ લીઝીંગ તેમજ પોર્ટ ફોલીયો મેનેજમેન્‍ટની સેવાઓમાંથી મળેલ આવક માટે કરમુકિત જાહેર કરેલ છે. આમ, ગિફટ સિટી ઝડપથી આંતરરાષ્ટ્રીય કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે ઉપસી રહેલ છે.

આ પણ વાંચો : Gujarat Budget 2022 : પાણી પુરવઠા વિભાગ માટે રૂ. 5451 કરોડની જોગવાઇ

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">