AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હિન્દી વિષયનું સૌથી વધુ પરિણામ

Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના આજે જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે હિન્દી વિષયનું પરિણામ સૌથી વધુ 94.91 ટકા આવ્યું છે જ્યારે ફિલોસોફી વિષયનું પરિણામ સૌથી ઓછું 76.69 ટકા આવ્યું છે.

Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં હિન્દી વિષયનું સૌથી વધુ પરિણામ
Gujarat Board HSC Subject Wise Result
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 9:09 AM
Share

Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના આજે જાહેર થયેલા પરિણામમાં વિષયવાર સામે આવેલા પરિણામ પર નજર કરીએ તો જણાશે કે હિન્દી વિષયનું પરિણામ સૌથી વધુ 94.91 ટકા આવ્યું છે જ્યારે ફિલોસોફી વિષયનું પરિણામ સૌથી ઓછું 76.69 ટકા આવ્યું છે. આ ઉપરાંત વિષયવાર પરિણામની ટકાવારી પર નજર કરીએ તો ગુજરાતી 91.99 ટકા , હિન્દી 94 .91 ટકા, અંગ્રેજી 94.38 ટકા,અંગ્રેજી (એસ. એલ) 87. 53 ટકા, ઇકોનૉમિક્સમાં 88. 32 ટકા, બિઝનેશ ઓર્ગેનાઇજેશન 90.05 ટકા, સંસ્કૃતમાં 85.95 ટકા, ફિલોસોફીમાં 76.69 ટકા, સોશિયોલોજીમાં 92. 16 ટકા, સાયકોલોજીમાં 88.80 ટકા, જિયોગ્રાફીમાં 90. 08 ટકા, એકાઉન્ટમાં 86. 20 ટકા અને કોમ્પ્યુટરમાં 86. 93 ટકા પરિણામ આવ્યું છે.

નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે

આ પરીક્ષામાં4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે

જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.

ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર થયુ છે.

અમદાવાદ શહેરનું પરિણામ 66.83 ટકા પરિણામ

અમદાવાદ શહેરનું પરિણામ 66.83 ટકા પરિણામ આવ્યુ છે. તો અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 71.15 ટકા આવ્યુ છે. અમરેલીમાં 76.54 ટકા, ખેડા જિલ્લાનું 67.75 ટકા, જામનગર જિલ્લાનું 80.28 ટકા, જૂનાગઢ 67.66 ટકા, ડાંગ જિલ્લાના આહવાનું 82.13 ટકા પરિણામ જાહેર થયુ છે.

પંચમહાલ જિલ્લાનું 64.67 ટકા, બનાસકાંઠા જિલ્લાનું 79.38 ટકા, ભરુચ જિલ્લાનું 75.50 ટકા, ભાવનગર જિલ્લાનું 81.13 ટકા, મહેસાણા જિલ્લાનું 76.64 ટકા, રાજકોટ 79.94 ટકા, વડોદરા 67.19 ટકા પરિણામ જાહેર થયુ છે.વલસાડ જિલ્લાનું 63.16 ટકા, સાબરકાંઠા જિલ્લાનું 68.17 ટકા, સુરત જિલ્લાનું 80.78 ટકા, સૂરેન્દ્રનગર જિલ્લાનું 81.11 ટકા પરિણામ જાહેર થયુ છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">