AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022 : ભાજપે એસ.સી/ એસ.ટી સમુદાયને આકર્ષવા શરૂ કરી આ કવાયત

Sc/st સમુદાયના યુવાનોને ભાજપ(BJP) માટે જોડવા જેમાં હોસ્ટેલ શાળાની મુલાકાત દર માસ યોજવા બેઠકમાં નિર્દેશ કરાયો છે.તેમજ અનામત ને લઈને ચાલી રહેલી અફવાઓ ના કારણે પાર્ટી ને નુકસાન ન થાય એ માટે હોદ્દેદારો અને sc/st મોરચાને સતર્ક રહેવા જણાવ્યું છે

Gujarat Assembly Election 2022 : ભાજપે એસ.સી/ એસ.ટી સમુદાયને આકર્ષવા શરૂ કરી આ કવાયત
National General Secretary BJP BL Santosh Visit Gujarat
Kinjal Mishra
| Edited By: | Updated on: May 12, 2022 | 2:54 PM
Share

ગુજરાતના વિધાનસભાની આગામી ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને ભાજપ(BJP)એકશન મોડમાં છે. જેમાં દિલ્હીથી એક બાદ એક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે.ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ(BL Santosh)2 દિવસ ગુજરાતની મુલાકાતે છે .આ પ્રવાસ દરમ્યાન sc/st સમુદાય પર સીધું ફોક્સ કરી રહ્યા છે. તેની સાથે જ કાર્યકર્તાઓને આ સમુદાયને ભાજપ સાથે વધુ માં વધુ જોડવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે ટૂંક સમય પહેલા જ ગુજરાતમાં પીએમ મોદી ત્યારબાદ બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રવાસ કરી ચુક્યા છે અને હવે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત મુલાકાતે છે. એક બાદ એક નેતાઓ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતની એક એક રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અને તેના આધારે  ચૂંટણીલક્ષી રણનીતિ પર કામગીરી કરશે.

ભાજપની વિચારધારા સાથે જોડવા કવાયત શરૂ કરવાનું સૂચન

સૂત્રોની માનીએ તો બી. એલ. સંતોષ દ્વારા પ્રદેશના હોદ્દેદારોને ટાસ્ક આપવામાં આવ્યું છે. જેમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓ પર કામગીરી કરવા માટે આદેશ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સંતોષે નેતાઓને કહ્યું છે કે SCઅને ST સમુદાયના લોકો વધુ ભાજપમાં જોડવા માટે પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું છે.ભાજપમાં SC અને ST સમુદાય લોકો કેમ જોડતા નથી તે અંગે તારણો શોધવા પણ સૂચન કરાયું છે. સાથે ચૂંટણી ને જ્યારે 6 મહિના જેટલો સમય બાકી છે ત્યારે સમાજની વિવીધ જ્ઞાતિઓને ભાજપની વિચારધારા સાથે જોડવા કવાયત શરૂ કરવાનું સૂચન કરાયું છે. તો ભાજપ માટે નબળી ગણાતી બેઠક માં પણ વિરોધીઓની વચ્ચે રહીને ભાજપની વિધારધારા મજબૂત કરવા નિર્દેશ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સંવિધાનમા ફક્ત 370 કલમ માટે જ ભાજપે સંશોધન કર્યુ

Sc/st સમુદાયના યુવાનોને ભાજપ માટે જોડવા જેમાં હોસ્ટેલ શાળાની મુલાકાત દર માસ યોજવા બેઠકમાં નિર્દેશ કરાયો છે.તેમજ અનામત ને લઈને ચાલી રહેલી અફવાઓ ના કારણે પાર્ટી ને નુકસાન ન થાય એ માટે હોદ્દેદારો અને sc/st મોરચાને સતર્ક રહેવા જણાવ્યું છે સાથે જ જ્યાં સુધી અસ્પૃશ્યતા છે ત્યાં સુઘી અનામત હટાવશે નહિ તેવી એવો વિશ્વાસ લોકોને અપાવવા અંગે પણ સૂચન કરાયું છે.તો સરકાર દ્વારા સંવિધાન કોઈ બદલાવ લાવવાના નહી આવે એ અંગે પણ લોકોને ખાત્રી આપવા જણાવ્યું છે. તેમજ સંવિધાનમા ફક્ત 370 કલમ માટે જ ભાજપે સંશોધન કર્યુ છે તે લોકો સુધી પહોંચાડવું. આ સિવાય સંતોષે સ્પષ્ટ શબ્દ માં કહ્યું છે કે જ્યાં સુધી SC અને ST સમુદાય ના લોકો મુખ્ય પ્રવાહ માં નહીં જોડાય ત્યાં સુધી બીજેપી આ સમુદાય સુધી નહીં પહોંચી શકે.

તેની સાથે બીજા શબ્દોમાં વાત કરીએ તો એસસી અને એસટી મતદારો વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે જેને હવે જો 182 સીટ ના લક્ષ્યને પહોંચવું હોય તો બીજેપી તરફ લાવવા જરૂરી છે અને એટલા માટે હવે બીજેપી એસ સી અને એસટી સમુદાય તરફ ધ્યાન આપી રહ્યું છે. તેમજ 2022 ચૂંટણી દરમિયાન આ તમામ વોટ બીજેપી તરફ રહે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">