Surat: ફેનીલને ફાંસીની સજા, જાણો કોર્ટ રૂમમાં શું થયું, જજે ચૂકાદો સંભળાવતાં પહેલાં શુ કહ્યું?

સરકારી વકીલ નયન સુખડવાલાએ ચૂકાદા બાદ કહ્યું કે, યોગ્ય ન્યાય થયો છે. કોર્ટે ફેનિલને મૃત્યુદંડની સજા સંભળાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. ભોગ બનનારને વળતર મળે તેવી પણ પ્રક્રિયા કોર્ટે કરી છે. બીજી બાજુ ફેનિલના વકીલે જણાવ્યું છે કે તે હાઈકોર્ટમાં આ ચૂકાદાને પડકારશે.

Surat: ફેનીલને ફાંસીની સજા, જાણો કોર્ટ રૂમમાં શું થયું, જજે ચૂકાદો સંભળાવતાં પહેલાં શુ કહ્યું?
Fenil sentenced to death
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 05, 2022 | 2:08 PM

સુરત (Surat) ના પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya) ની ગળું ચીરીને હત્યા કરનારા હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે (court) ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યાં હતાં. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો હતો. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરાઈ હતી, જ્જે કહ્યું દંડ એવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, ત્યાર બાદ ફાંસીની સજા સંભળાવી હતી.

આજે ગુરુવારે સવારે ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ઉત્તેજનાસભર માહોલ હતો. બંને પક્ષના વકીલો અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યાં હતાં. જ્જે ઓર્ડર વાંચવાનો શરૂ કર્યું ત્યારે સૌ પ્રથમ મનુસ્મૃતિના શ્લોકનું પઠન કર્યું હતું. જ્જે કહ્યું દંડ આપવો સરળ નથી. મારી 28 વર્ષની કારકિર્દીમાં આ સૌથી મુશ્કેલ જ્જમેન્ટ રહ્યું. હત્યા વખતે ગ્રીષ્મા નિ:સહાય હતી. 12 ઈંચનું ચપ્પુ ગ્રીષ્માના ગળા પર આરોપીએ મુક્યું હતું. ગ્રીષ્મા દૂર જવા માંગતી હતી પરંતુ ત્યારે ફેનિલે તેના ગળા પર ઘા કરી દીધો હતો. લોહીના ફૂવારા નીકળવા લાગ્યા હતા. અર્ધબેભાન થઈ ઈજાગ્રસ્ત ગ્રીષ્મા ફેનિલના પગમાં પડી તો પણ તેને જરાય દયા આવી નહોતી. તેની છાતી પર ફેનિલે પગ મુકી દીધો હતો. બર્બરતાપૂર્વક ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી. લોકોએ આવો હત્યાનો બનાવ કદાચ જ જોયો હશે, જેને લીધે લોકો ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ સમગ્ર કાંડમાં એક વાત ઉડીને આંખે વળગી હતી કે આરોપી ફેનિલના ચહેરા પર ગ્રીષ્માની હત્યાનો પસ્તાવો કે કાયદાનો ડર કયારેય જોવા મળ્યો નથી. હત્યાનો કેસ તેના પર દાખલ થયો ત્યાર બાદ પણ ફેનિલે પોતાની તરફેણમાં નિવેદન આપવા બહેનને સૂચના આપી હતી. આરોપીએ ઠંડા કલેજે 1ની હત્યા અને બીજાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસને રેરેસ્ટ ઓફ રેર માનવામાં આવે છે. ગ્રીષ્મા માત્ર 20-21 વર્ષની હતી. તેના સપના હતા. જ્જ આ શબ્દો બોલ્યા ત્યારે ગ્રીષ્માના પરિવારજજનો કોર્ટ રૂમમાં જ રડી પડ્યાં હતાં. ત્યાર બાદ કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે 506 પાનાનું જ્જમેન્ટ આપ્યું હતું.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આ રેરેસ્ટ ઓફ રેર કેસમાં કોર્ટે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી ત્યાર બાદ ગ્રીષ્માના પરિવારજનોના આંખોમાં આંસુ છલકાઈ ઉઠ્યા હતા. ગ્રીષ્માના પિતાએ કહ્યું કે, ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી માંગો પૂરી થઈ છે. અમને ન્યાય પ્રક્રિયા પર પૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈ મદદ કરનાર તમામનો ગ્રીષ્માના પિતાએ આભાર માન્યો હતો.

સરકારી વકીલ નયન સુખડવાલાએ ચૂકાદા બાદ કહ્યું કે, યોગ્ય ન્યાય થયો છે. કોર્ટે ફેનિલને મૃત્યુદંડની સજા સંભળાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. ભોગ બનનારને વળતર મળે તેવી પણ પ્રક્રિયા કોર્ટે કરી છે. બીજી બાજુ ફેનિલના વકીલે જણાવ્યું છે કે તે હાઈકોર્ટમાં આ ચૂકાદાને પડકારશે.

કોર્ટમાં સરકાર પક્ષના વકીલે જણાવ્યું હતું કે, મિટિગેટિંગ કરતા અગ્રેવેટિવી સંજોગો વધુ જણાય તો ફાંસીની સજા આપવી જોઈએ. ફક્ત ઉંમર નાની છે એટલે લાભ આપવો યોગ્ય નથી, નિર્ભયા હત્યા પ્રકરણમાં એક સગીર આરોપી હતો. ત્યારબાદ જૂઇનાઇલ એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 15 વર્ષનો બાળક પણ જો ક્રૂર ઘટનાને અંજામ આપે તો ન્યાયિક ટ્રાયલ ચાલવી જોઈએ. સરકારી વકીલ દ્વારા નાની વયના આરોપીઓને લઈને કેટલાક જજમેન્ટ ટાંકવામાં આવ્યા હતા. જ્યારે કોઈ પ્લાન એક્ટ હોય તો બ્રુટલ એક્ટ હોય, સમાજ ઉપર થતી અસર જોતા આરોપીની વય બાબતે કોઈ દયા બતાવવી જોઈએ નહીં. એ પણ ત્યારે જ્યારે ભોગ બનનાર નિઃસહાય હોય. આરોપીએ ગ્રીષ્માના પરિવારના તમામ સભ્યોને મારવાનો પ્રયાસ કર્યો છે. આ કાયદા પોઈન્ટ ધ્યાને લેવા જોઈએ. આરોપી ફેનીલે જેવી રીતે કસાઇ પ્રાણીને કાપી નાંખે છે તેવી જ રીતે ગ્રીષ્માનું પણ ગળુ કાપી નાંખ્યું છે. આવા હેવાન વ્યક્તિઓની સામે સહાનુભૂતિ રાખવી યોગ્ય નથી.

સરકારી વકીલે બનાવ અંગે દલીલો કરી કે, હાલના કેસમાં બનાવ સમયે ભોગબનનારની પરિસ્થિતિ અને કુટુંબીજનોની તથા સોસાયટીના રહીશોની માનસિક પરિસ્થિતિ પણ મહત્તમ સજા કરવા માટે લાગુ પડે છે. આરોપીએ પૂર્વ તૈયારી સાથે ઠંડા કલેજે હત્યા કરી નાંખી છે, હત્યા કરવા માટે ઇન્ટરનેટ ઉપરથી જાણકારી મેળવી, વેબસીરીઝ જોઇ છે, ઇન્ટરનેટ ઉપર ઘાતક શસ્ત્રો ખરીદ્યાં છે અને ઓર્ડર કેન્સલ કરી નાંખ્યો છે, ત્યારબાદ એક ચપ્પુ મિત્ર પાસેથી અને બીજુ ચપ્પુ ડિ-માર્ટમાંથી ખરીદ્યું છે. આરોપીએ બનાવના દિવસે ગ્રીષ્માની કોલેજ ઉપર જઇને તે નહીં મળતા તેણીના ઘરે જઇ મોટુ કરવાનો છે તેમ કહ્યું હતું. માનીતી બહેન ક્રિષ્નાને પણ મેસેજ કરીને ગ્રીષ્માને મારી નાંખીશ તેમ કહ્યું છે. સુભાષભાઇને આંતરડા બહાર કાઢી નાંખ્યા અને ધ્રુવને માથામાં ઇજા કરી, ત્યારબાદ ગ્રીષ્માનું ગળુ પકડી લીધુ અને ગળામાં નશ કપાય છે કે નહીં તે ભાગ જોયા પછી લોકોની વચ્ચે સરાજાહેર હત્યા કરી નાંખી. કોઇ આગળ બચાવવા આવશે તો તેને પણ મારી નાંખશે તેવી ધમકી આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">