ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 152 થયા

રાજયમાં અત્યાર સુધી કોરોનાના (Corona) કુલ 12,13,012 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 152 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 152 થયા
Gujarat Corona Update(File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 7:52 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 12 એપ્રિલના રોજ કોરોનાના નવા 24 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 08 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,012 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 152 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા એક કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગાંધીનગરમાં 08, અમદાવાદમાં 06, વડોદરામાં 07, સાબરકાંઠા 01, સુરત 01, વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ગુજરાતમાં કોરોના ના વધુ એક વેરિયન્ટ ની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 5 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગર હિંસા કેસના 9 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કોર્ટમાં રજૂ કર્યા

આ પણ વાંચો : Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">