Gujarat માં શહેરી વિકાસને વેગ આપવા સરકારનો મોટો નિર્ણય, અમદાવાદ અને વડોદરાની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી અપાઈ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે( CM Bhupendra Patel ) અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા ની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગર પાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
ગુજરાતમાં (Gujarat) શહેરી ક્ષેત્રના આયોજનબદ્ધ વિકાસને વેગવંતો બનાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) વધુ એક નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદ અને વડોદરા મહાનગરોની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને(Town Planning) મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. જેના પગલે કુલ 11,100 જેટલા EWS આવાસ માટે જમીન મળશે. આ ઉપરાંત બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ 8.45 હેક્ટર્સ અને સુવિધા માટે 11.55 હેક્ટર્સ જમીન મળશે. જ્યારે વેચાણ માટે કુલ 28.29 હેક્ટર્સ જમીન મળશે.
વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
જેમાં તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા ની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગર પાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે. ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે તેમાં ટી.પી સ્કીમ 139 /એ છારોડી -નારણપુરા-ખોડા અને 139 /બી છારોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તદઅનુસાર, આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી . નંબર 3 સેવાસી અને 55 /એ ગોરવા કરોડિયા નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગર પાલિકાની ૨ પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ ચાર ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે 12.43 હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. તેમજ ઔડાની ડ્રાફ્ટ ટી.પી.૧૩૯ એ માં ૩૬૦૦ અને ૧૩૯ બી માં ૫૪૦૦ મળી કુલ ૯ હજાર EWS આવાસો નિર્માણ થઈ શકશે.વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસી મા 900 અને પ્રિલીમીનરી ટી.પી.55 એ ગોરવા કોરડિયા માં 1200 આવાસો બની શકશે. તદઅનુસાર, ઔડાની ડ્રાફ્ટ ટી.પી 139 એ માં 13. 93 હેક્ટર અને 139 બી માં 9.61 હેક્ટર જમીન વેચાણ માટે સંપ્રાપ્ત થશે. જ્યારે વડોદરામાં બે પ્રીલીમીનરી ટી.પી. માં આજ હેતુસર કૂલ 4.75 હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે.