Monsoon 2022: અમદાવાદમાં વિરામ બાદ ફરી ઉતરી મેઘ મહેર, ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી
મહત્વનું છે કે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની (Rain)આગાહી છે. હવામાન વિભાગનું (Meteorological Department) માનીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં (Ahmedabad) ગઇકાલે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. જે પછી વરસાદે વિરામ લીધો હતો. જો કે આજે ફરીથી અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં મેઘ મહેર ઉતરી છે. ગઇકાલે વરસાદ બાદ ભરાયેલા પાણી હજુ માંડ ઓસર્યા હતા. ત્યાં ફરી અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની શરુઆત થઇ ગઇ છે. અમદાવાદમાં વેજલુપર, પ્રહલાદનગર, જોધપુર, નારણપુરા સહિતના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જેના પગલે શહેરમાં વાહનચાલકોએ ટ્રાફિકની (Traffic) સમસ્યાનો સામનો કરવો પડ્યો.
અમદાવાદમાં વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જે પછી વિવિધ વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણી સમા તો ક્યાંક કેડ સમા પાણી ભરાઇ ગયા હતા. જો કે વરસામના વિરામ બાદ તમામ સ્થળે પાણી ઓસરી ગયા હતા. હવે અમદાવાદમાં ફરીથી વરસાદ શરુ થતા નીચાણવાળા વિસ્તારો ફરીથી પામીમાં ગરકાવ થવાની સંભાવના છે.
દર વર્ષે AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવે છે. જો કે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી જાય છે. આ વર્ષે પણ આ આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. આજે પશ્ચિમ અમદાવાદમાં મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જો આ વરસાદ સતત ચાલુ રહેશે તો આજે પણ ફરી અમદાવાદમાં નદીઓ જેવા દ્રશ્યો જોવા મળશે.
મહત્વનું છે કે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. અતિભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. આ તરફ અમદાવાદમાં પણ આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે આગામી 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.