Gandhinagar: આવતીકાલે PSI ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે

PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પડાઇ છે, જેમાં બિનહથિયારી PSIની 202 જગ્યા છે. બિનહથિયારી PSI (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી PSI (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે.

Gandhinagar: આવતીકાલે PSI ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે
Gandhinagar: Written examination for PSI recruitment will be held on March 6
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 5:08 PM

Gandhinagar: આવતીકાલે (06-03-2022) રવિવારે PSIની લેખિત પરીક્ષા (Written examination)યોજાનાર છે. રાજ્યના કુલ 312 પરીક્ષા કેન્દ્ર પર 96 હજારથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. નોંધનીય છેકે આ ભરતી પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિ ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે દરેક પરીક્ષા ખંડમાં જામરની વ્યવસ્થા કરાઇ છે. પરીક્ષા દરમિયાન બે કલાક સુધી ઈન્ટરનેટ તથા મોબાઈલ કનેક્ટિવિટી બંધ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની એજન્સી આ સિસ્ટમ પર સતત વોચ કરશે. જ્યારે પેપર લઈ જતા તમામ વાહનોમાં GPS અને કેન્દ્રો પર cctv કેમેરાથી નજર રખાશે.

દરેક કેન્દ્રો પર SOP મોકલાઇ છે : વિકાસ સહાય

આ અંગે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ભરતી બોર્ડના પ્રમુખ વિકાસ સહાય દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વિકાસ સહાયે જણાવ્યું કે, શિક્ષકોને પરીક્ષા દરમિયાન કેવી બાબતો પર ધ્યાન આપવું તે માટે એક 75 પાનાની ખાસ SOP બહાર પડાઇ છે. જેમાં વર્ગખંડ નિરીક્ષકની, બોર્ડની, કેન્દ્ર સંચાલકની શું જવાબદારી છે. તથા, દરેક કેન્દ્ર પર પોલીસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે મહિલા પોલીસની પણ વ્યવસ્થા કરાઇ છે. આ તમામ વ્યવસ્થાની સૂચના SOPમાં કરાઈ છે અને તેની કોપી દરેક કેન્દ્રો પર મોકલી આપવામાં આવી છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

પરીક્ષા દરમિયાન મોબાઇલ પર પ્રતિબંધ મુકાયો છે

પરીક્ષા દરમિયાન દરેક નિયમોનું પાલન થાય તે માટે અમદાવાદમાં ખાસ વ્યવસ્થા થઇ છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્સ સહિતની દુકાનો બંધ કરવા સૂચના આપી છે. તે ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી

PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પડાઇ છે, જેમાં બિનહથિયારી PSIની 202 જગ્યા છે. બિનહથિયારી PSI (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી PSI (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

આ પણ વાંચો : Surat : એસટીએમ કૌભાંડ મુદ્દે મનપા કચેરી પર હલ્લાબોલ, આપના 14 કોર્પોરેટરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">