Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 4:42 PM

ગુજરાતમાં મોટાભાગના યુનિવર્સિટીમાં વર્ષોથી  કુલપતિ અને ઉપકુલપતિઓની નિમણૂક થતી આવી છે. જો કે તેની બાદ નિયમ મુજબ સર્ચ કમિટીની રચના કરવામાં આવે છે . તેમજ સર્ચ કમિટી ત્રણ વ્યક્તિઓના નામની પેનલની યાદી કુલાધિપતિને  સોંપે છે

સુપ્રિમ કોર્ટે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિને (Vice Chancellor) ગેરલાયક ઠેરવી નિયુક્તિ રદ કરતા રાજયમાં લાયકાત વિનાના કુલપતિના રાજીનામા લેવાય તેવી માગ ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના(Saurashtra University)  એજ્યુકેશન ફેકલ્ટીના ડીન નિદત બારોટે સુપ્રીમ કોર્ટના(Supreme Court) ચુકાદાને ધ્યાનમાં લઈને ગેરલાયક કુલપતિઓના રાજીનામા લેવામાં આવે તેવી માગ કરી છે.ડૉ. નિદત બારોટનો આક્ષેપ છે કે રાજકીય ભલામણથી રાજ્યમાં કુલપતિઓની નિમણૂ ક થાય છે. વર્તમાનમાં ગુજરાત યુનિવર્સિટી, આંબેડકર યુનિવર્સિટી,નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ગેરલાયક હોવાનો આરોપ લગાવ્યો છે.નિદત બારોટે કહ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીતિન પેથાણીને ગેરલાયક ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શિરીષ કુલકર્ણીને ગેરલાયક ઠેરવી તેમની નિયુક્તિને રદ્દ કરી છે.

યુનિવર્સિટીના બંધારણ મુજબ કુલપતિની નિમણૂક કરવામાં આવતી હોય છે

ગુજરાતમાં મોટાભાગના યુનિવર્સિટીમાં વર્ષોથી  કુલપતિ અને ઉપકુલપતિઓની નિમણૂક થતી આવી છે. જો કે તેની  માટે  નિયમ મુજબ સર્ચ કમિટીની રચના કરવામાં આવે છે . તેમજ સર્ચ કમિટી ત્રણ વ્યક્તિઓના નામની પેનલની યાદી કુલાધિપતિને  સોંપે છે. જેની બાદ તેમના નામની જાહેરાત કરવામાં આવે છે.  યુનિવર્સિટીના બંધારણ મુજબ કુલપતિની નિમણૂક કરવામાં આવતી હોય છે. તેવા સમયે તેમની લાયકાત અંગે સુપ્રિમ કોર્ટે કરેલા અવલોકનને પણ ધ્યાને લેવામાં આવે તે જરૂરી છે.

આ પણ વાંચો : Surat : એસટીએમ કૌભાંડ મુદ્દે મનપા કચેરી પર હલ્લાબોલ, આપના 14 કોર્પોરેટરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો : Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો

Published on: Mar 05, 2022 04:39 PM
g clip-path="url(#clip0_868_265)">