Gandhinagar: અડાલજમાં બાળકના જન્મ સાથે ગળામાં 6 રાઉન્ડથી વીંટળાયેલી હતી ગર્ભનાળ, ડૉક્ટરોએ દેવદૂત બની બચાવ્યો જીવ

Jignesh Patel

|

Updated on: Sep 08, 2022 | 2:20 PM

Gandhinaga: અડાલજમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક જટીલ ડિલિવરી પાર પાડવામાં આવી. જેમાં બાળકના ગળા સાથે ગર્ભનાળ વીંટળાયેલી હતી, આથી બાળક નીચે નહોતુ આવતુ. જેમાં તબીબોએ વેક્યુમથી ડિલિવરી કરવામાં આવી તો બીજી તરફ ગર્ભનાળ વીંટળાયેલી હોવાથી બાળક શ્વાસ નહોંતુ લઈ શકતુ. જેમાં તબીબોએ અથાગ મહેનત બાદ દેવદૂત બની બાળકનો જીવ બચાવ્યો હતો.

Gandhinagar: અડાલજમાં બાળકના જન્મ સાથે ગળામાં 6 રાઉન્ડથી વીંટળાયેલી હતી ગર્ભનાળ, ડૉક્ટરોએ દેવદૂત બની બચાવ્યો જીવ
અડાલજ

ગાંધીનગર (Gandhinagar)ના અડાલજ (Adalaj)માં બાળકના જન્મની સાથે એક અજીબોગરીબ ઘટના જોવા મળી. 1 હજાર બાળકોએ 1 બાળકમાં જોવા મળે તેવી ઘટના અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી. બાળક જન્મતાની સાથે જ શ્વાસ ન લેતા હોસ્પિટલ સ્ટાફ અને તબીબો હેબતાઈ ગયા હતા. જો કે અડાલજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટાફ આ નવજાત શિશુ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. બુધવારે સાંજે 4.35 વાગ્યે ડૉક્ટર શૈલેષ બેન્કર, ડૉક્ટર મેહુલ પટેલ અને નર્સિંગ સ્ટાફ વનરાજસિંહ ચૌહાણ દ્વારા બાળકની વેક્યુમ ડિલિવરી કરવામાં આવી. જેમાં જન્મેલ બાળકના ગળામાં ગર્ભનાળ (Uterus) 6 રાઉન્ડથી વીંટળાયેલી હતી. જેના કારણે બાળક જન્મતાની સાથે જ શ્વાસ નહીં લેતા હોસ્પિટલ સ્ટાફ અને તબીબો હેબતાઈ ગયા. બાદમાં ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફે બાળકને છાતીમાં દબાણ આપી પુન:જીવિત કર્યુ છે. બાળકના ગળામાં આ નાળ હોવાને કારણે સમય વધારે સમય થયો હોવા છતા ડિલિવરી સમયે બાળક નીચે આવતુ નહોતુ. એટલે વેક્યુમ મશીનથી બાળકની ડિલિવરી કરાવવામાં આવી હતી. બાળકના માતાપિતા મજૂરી કામ કરે છે. પરિવાર ગાંધીનગરના દોલારાના વાસણા ગામનો રહેવાસી છે.

બાળકના જન્મ સમયે ગળામાં ગર્ભનાળ છ રાઉન્ડથી વીંટળાયેલી હતી

નવા જન્મનારા બાળકોમાં ભાગ્યે જ જોવા મળે તેવી આ ઘટના છે. જો કે અડાલજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને નર્સિંગ સ્ટાફની સૂઝબુઝથી બાળકને બચાવી લેવામાં આવ્યુ છે. ગર્ભનાળ ગળામાં વીંટળાયેલી હોવાથી બાળક શ્વાસ સુદ્ધા લઈ શક્તુ ન હતુ અને સરખુ રડ્યુ પણ ન હતુ. અતિ ગંભીર કહી શકાય તેવી સ્થિતિમાં હતી. પરંતુ આરોગ્ય કેન્દ્રના સ્ટાફની અથાગ મહેનતથી બાળકને બચાવી લેવામાં આવ્યુ હતુ.બાળકના ચમત્કારિક બચાવથી પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. અતિ ગંભીર કહી શકાય તેવી ડિલિવરી અને ડિલિવરી બાદ પણ બાળકને બચાવવા માટે તબીબોની મહેનતને કારણે આજે બાળકને નવજીવન મળ્યુ છે.

ડિલિવરીની કેસમાં 1000 કેસમાં ભાગ્યે જ જોવા મળે તેવી ઘટના

તબીબોના મતે ડિલિવરી સમયે 1000 કેસમાં એક કેસ આ પ્રકારનો જોવા મળતો હોય છે. જેમાં ગર્ભનાળ બાળકના ગળા સાથે વીંટળાઈ જાય છે. આવા કેસમાં ડિલિવરી ઘણી જટીલ બની જાય છે. જો કે તબીબોએ સુઝબુઝ વાપરી વેક્યુમ મશીનથી બાળકની ડિલિવરી કરાવી હતી. ગાંધીનગરના મજુરી કામ કરતા પરિવાર માટે તો સામૂહિક આરોગ્ય કેન્દ્રનો તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ જાણે ભગવાન બનીને આવ્યો હોય તેવુ લાગી રહ્યુ છે અને તેઓ તેમનો આભાર માનતા થાકતા નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati