ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાયો. આ કાર્યક્રમ ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયા પણ આ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ દીક્ષાંત સમારોહમાં 37 પીએચ.ડી., 18 એમ.ફિલ.,224 અનુસ્નાતક અને 39 સ્નાતક એમ કુલ 318 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 22 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવ્યાં. આ ઉપરાંત ગુજરાતીમાં એમ.એ.માં પ્રથમ આવનાર વિદ્યાર્થીને કવિશ્રી પિનાકીન ઠાકોર સુવર્ણચંદ્રક અને અર્થશાસ્ત્રમાં શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ સુવર્ણચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા.
આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીક્ષાંત શોભાયાત્રાથી થઈ હતી. પદવી પ્રદાન કર્યા બાદ કુલાધિપતિએ ભારતીય પરંપરા અનુસાર પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દીક્ષાંત ઉપદેશ આપતા જણાવ્યું હતું કે ‘યુવાનો એ તો મહાન ભારત બનાવવું હશે તો યુવાનોએ નાનકડો તો નાનકડો સંકલ્પ લેવો પડશે. ભારતીય શિક્ષણ નીતિ-2020માં વિદ્યાર્થીના સમગ્રતયા વિકાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં માતૃભાષાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણનો ઉદેશ માત્ર ડિગ્રી મેળવી ન હોવો જોઈએ. એક ઉત્તમ માણસ બનવું આ શિક્ષણનો ઉદેશ હોવો જોઈએ.’
ગુજરાત કેન્દ્રિય વિશ્વવિદ્યાલયનો આજે ચોથો દિક્ષાત સમારોહ યોજાયો ગાંધીનગરમાં GNLU ખાતે દિક્ષાત સમારોહનું કરાયું આયોજન.. આ દિક્ષાત સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી દિક્ષાત સમારોહમાં PHD અને એમ ફિલના 54 વિદ્યાર્થીઓને પદવી થશે એનાયત કર્યા હતા. જેમાં અનુસ્નાતક 146 અને સ્નાતકના 21 વિધાર્થીઓ પદવી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી રહેવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષાનો ઉદ્દેશ્ય સારી નોકરી મેળવી અને જીવન સુધરવું સાથે સાથે પૂર્ણ માનવ બનવાનું કામ છે તેમણે કહ્યું હતું કે આટલા ઓછા સમયમાં વિદ્યાર્થીઓએ જે માનક સિદ્ધ કર્યા છે. તે મારા સંસદીય ક્ષેત્રમાં હોવા છતાં આ વિદ્યાલય સિદ્ધિથી અજાણ હતો. જોકે દિક્ષાત સમારોહમાં આવતા પહેલા આ અંગેની જાણકારી મેળવીને આનંદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સ્થાયી પરિસરનો શિલાન્યાસ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ વડોદરા પાસે કુંઢેલા ગામે ૧૦૦ એકર જગ્યામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ પરિસરનું નિર્માણકાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે.