રાજ્યમાં વધતા શહેરીકરણને કારણે ટ્રાફિક, દબાણ , ગંદકી ની સમસ્યા હોય કે પછી રોજી રોટી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરી શહેરમાં આવતા ફેરિયાઓ અને લારી ગલ્લા વાળા હોય ધંધાનું આયોજન હોય આ તમામ માટે સુવિધાઓ ઉભી કરવાનું રાજ્યની મહાનગરપાલિકા કરતી હોય છે, ત્યારે ગાંધીનગરમાં પણ લારી ગલ્લા માટે નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં મૂકવાનું આયોજન કર્યું છે.
મનપાના વધતા વિસ્તાર વ્યાપથી ટ્રાફિકની સમસ્યા સાથે રોજી રોટી મેળવવા માટે ગાંધીનગરમાં લારી ગલ્લા ઉભા રાખતા સ્ટ્રીટ વેન્ડર હોય મહાનગર પાલિકાએ એક પોલિસી અંતર્ગત ગાંધીનગરમાં વધુ સુવિધાઓ ઉભી કરવા અને એક સ્વચ્છ , સુંદર અને દબાણ સાથે ગંદકી મુક્ત મહાનગર પાલિકાનું સપનું સાકાર બને એ માટે એક નવી પોલિસી અંતર્ગત ગાંધીનગર સેકટર 24 ખાતે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
જેથી ત્યાં ધંધો કરતા 400 જેટલા લારી ગલ્લા વાળાઓને લાભ મળશે જેમાં મનપા દ્વારા પેવર બ્લોક સાથે પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો સ્ટ્રીટ વેન્ડર અને ખરીદી કરવા આવનાર જનતાને થશે. તેમજ પાર્કિગ સાથે ગંદકીમાંથી પણ છુટકારો મળશે.
આગામી આયોજનને લઈ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંત ભાઈ એ TV9 ને જણાવ્યું હતું કે ગાંધીનગરનો જે ગતિથી વિકાસ થયો છે ત્યારે આજુબાજુના વિસ્તારના અને સ્થાનિક લોકો રોજગારી મેળવવા લારી ગલ્લા કે ટેન્ટના મધ્યમથી ધંધા રોજગાર કરતા હોય છે આ લોકો ને રોજગારી ન છીનવાય અને તેમને વિશેષ સુવિધા મળે તે માટે લાઈટ, ગટર, પાણીની સુવિધાઓ મળી રહે એ માટે મનપા દ્વારા સ્ટ્રીટ વેન્ડીગ અને પાર્કિગ પોલિસી બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે
આ કામ માટે અર્બન મેનેજમેન્ટ કંપનીને જવાબદરી સોંપવામાં આવી છે જે સર્વે કરીને રિપોર્ટ સોંપશે. આ કંપનીએ 22 જેટલા લોકેશન આઇડેન્ટિફાઈ કર્યા છે જ્યાં સુવિધાઓ ઉભી કરી શકાય. હાલ સેકટર 24 માં શાકભાજી ફ્રૂટ અને કપડાં નો વ્યાપાર કરતા વેન્ડર માટે આ સુવિધાઓ ઉભી કરાઈ રહી છે. આ પોલિસી લાગુ થવાથી લારી ગલ્લા પાથરણા વાળા રસ્તા કે જાહેર પબ્લિક સ્થળ ઉપર ઉભા રહેતા હોય છે ત્યારે ટ્રાફિક ,ગંદકી અને અકસ્માતની સમસ્યા કારણે થતી સમસ્યાઓનો અંત આવશે.
તો મળેલ સુવિધા ને લઈ વોર્ડ 3 ના કાઉન્સિલર ભરત ગોહિલે જણાવ્યું હતું 400 થી વધુ લારીઓ માટે પેવર બ્લોકની સુવિધાઓ ઉભી કરાઈ રહી છે જેથી ફ્રૂટ શાકભાજી,અને કપડાં ના વેન્ડર ને કાદવ કીચડ અને ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે. આ સુવિધાઓ ગાંધીનગરના અલગ અલગ સેકટરમાં ઉભી કરવામાં આવશે. ફ્રૂટની લારી ચલાવતા ઉષા બેને જણાવ્યું કે અહીંયા 35 વર્ષથી ધંધો કરીએ છીએ,પાલિકા દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અહીંયા ચોમાસામાં કીચડ થતો હતો અને ગાયોનો પણ ત્રાસ હતો પણ હવે વ્યવસ્થા સાથે સુવિધાઓ પણ મળશે.