Gandhinagar : ગુજરાત સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 08, 2021 | 9:23 PM

Gandhinagar : ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના સમય માટે સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા સિનેમા ઘરો- મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને વીજ બીલમાં ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ રાજ્યના સિનેમા ઘરો-મલ્ટીપ્લેક્ષ અને જીમ્નેશીયમને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

આ પણ વાંચો : સુવર્ણ અક્ષરે લખાશે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, પૂર્ણ થતાં લાગશે 5 વર્ષ, જાણો કઈ રીતે થાય છે શાહી તૈયાર?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">