સુવર્ણ અક્ષરે લખાશે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, પૂર્ણ થતાં લાગશે 5 વર્ષ, જાણો કઈ રીતે થાય છે શાહી તૈયાર?

મનકીરતના જણાવ્યા પ્રમાણે આ પવિત્ર કાર્ય પુર્ણ થતાં આશરે 30 થી 35 લાખનો ખર્ચ આવી શકે છે. આ કાર્યને પૂર્ણ થતાં હજુ પાંચ વર્ષ લાગી જશે.

સુવર્ણ અક્ષરે લખાશે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, પૂર્ણ થતાં લાગશે 5 વર્ષ, જાણો કઈ રીતે થાય છે શાહી તૈયાર?
સુવર્ણ અક્ષરે લખાશે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 08, 2021 | 7:26 PM

‘મનકીરત’ નો અર્થ થાય છે, મન લગાવીને કીરત એટ્લે કે કામ કરનારો. ભગતા ભાઇકા (પંજાબના ભટિંડાનું એક ગામ) ના રહેવાસી ગુરશીખ મનકીરત સિંહ (Mankirat Singh) પોતાના નામને ગુરુ સેવા થકી સાર્થક કરવા માગે છે. તે સુવર્ણ મિશ્રિત શાહી (Golden Ink) થી શ્રી ગુરુ ગ્રંથ સાહિબ (Shri Guru Granth Sahib) લખી રહ્યા છે. તેમણે 2018 માં આ પાવન કાર્ય શરૂ કર્યું હતું. એ સમયે મનકીરત એક ખાનગી શાળામાં શિક્ષક હતા.

તે પોતાની કમાઈ આ પાવન કાર્ય પાછળ ખર્ચી નાંખતા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન લાગ્યું અને સ્કૂલમાંથી મળતો પગાર પણ બંધ થયો, જેથી નોકરી પણ છોડવી પડી. અત્યારે મનકીરત એજન્ટનું કામ કરી રહ્યા છે અને મોટા ભાગની કમાણી આ પાવન કાર્ય પર ખર્ચી રહ્યા છે.

અત્યાર સુધી 250 પેજ લખી ચૂક્યા છે, કાર્ય પુર્ણ થવામાં 5 વર્ષ લાગશે

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ કાર્યને લઈને તેને ઘણા લોકોનો સહયોગ પણ મળી રહ્યો હતો, પરંતુ કોરોના કાળમાં તે પણ બંધ થઈ ગયો. બીજી બાજુ સૌથી મોટી મુશ્કેલી લેખનમાં ઉપયોગ થતી સામગ્રીની રહે છે. આ સામાન તેને લખનૌ, દિલ્હી, રાજસ્થાન તથા કશ્મીરથી માંગવવી પડે છે. પરંતુ કોરોના કાળના લોકડાઉનના કારણે બજારો બંધ રહેતી હતી જેને લઈને તેને લેખન સામગ્રી માટે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી. જો કે ઘણો ખરો સામાન સ્થાનિક બજારોમાંથી પણ મેળવી લે છે.

 A Sikh teacher named Mankirat is writing Guru Granth Sahib in golden letters. know how to golden inkis made?

સ્વર્ણ અક્ષરે શ્રી ગુરુ ગ્રંથ સાહિબ લખનાર મનકીરત સિંહ

કેટલો આવશે ખર્ચ ? મનકીરતના જણાવ્યા પ્રમાણે આ પવિત્ર કાર્ય પુર્ણ થતાં આશરે 30 થી 35 લાખનો ખર્ચ આવી શકે છે. આ કાર્યને પૂર્ણ થતાં હજુ પાંચ વર્ષ લાગી જશે અને એતો સમય જ નક્કી કરશે કે ખર્ચ કેટલો થશે અને તેની વ્યવસ્થા કઈ રીતે થશે. પરંતુ આ સેવા કોઈ પણ સંજોગોમાં પુર્ણ કરીશ. જ્યાં સુધી વાહે ગુરુનો હાથ મારા માથા પર છે ત્યાં સુધી મારે ચિંતા કરવાની કોઈ જ જરુર નથી.

ક્યાથી મળી પ્રેરણા ? સંગીત વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનાર મનકીરત સિંહને જ્યારે પુછવામાં આવ્યું કે આપને આ કાર્યની પ્રેરણા ક્યાથી મળી તો તેને કહ્યું કે, ‘ઘણા લોકોએ મને પ્રેરિત કર્યો છે. ખાસ કરીને મારા ઉસ્તાદ (ગુરુ) કુલવિન્દર સિંહ. આ કામ કરવાથી ઘણી શાંતિ મળે છે. ગુરુ સાહિબના ચરણોમાં બેઠા હોય તેવો અહેસાસ થાય છે.

રોજ 6-7 કલાકે લખે છે એક પાનું (Page) મનકીરત અત્યાર સુધી 250 અંગ (પેજ) લખી ચૂક્યા છે. રોજ 6 થી 7 સાત કલાક આ કાર્ય માટે ફાળવે છે ત્યારે માંડ એક પેજ લખાય છે. આ લેખન માટે પણ તેને ગુરુ દ્વારામાં કઠોર અભ્યાસ પણ કર્યો છે. જેના માટે થઈને એક ખાસ પ્રકારની કલમનો ઉપયોગ કરવામાં આવે છે. જે કલમનું લાકડું વિજયસાર નામના ઔષધીય ગુણ ઘરાવતા છોડમાંથી લેવામાં આવે છે.

કુલ 1430 પેજ લખવાના લક્ષ્ય પર છે બાકીના 30 પન્ના અલગથી લખશે. એક પેજ પર આશરે 700 થી રૂપિયા એક હજાર સુધીનો ખર્ચો આવે છે. જ્યારે લેખન કાર્ય પૂર્ણ કર્યા બાદ સોનાનું જીલ્દ (કવર) બનાવવામાં આવશે. જેમાં આશરે 400 થી 500 ગ્રામ સોનાનો ઉપયોગ થશે.

 A Sikh teacher named Mankirat is writing Guru Granth Sahib in golden letters. know how to golden inkis made?

સ્વર્ણ શાહીથી લખેલું શ્રી ગુરુ ગ્રંથ સાહિબનું અંગ (પેજ)

કઈ રીતે તૈયાર થાય છે સ્વર્ણ શાહી ? મનકીરતે જણાવ્યુ કે લેખનમાં ખાસ પ્રકારની શાહીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે સોનું અને લાજ્વર્દ (એક કીમતી લીલો પથ્થર) ને સમાન માત્રમાં મિક્સ કરવામાં આવે છે. તે બાદ બાવળનો ગુંદ અને વિજયસારના લાકડાના પાણીના મિશ્રણને તાંબાના વાસણમાં નાંખીને લીમડાના લાકડથી શાહી તૈયાર કરવામાં આવે છે. ભૃંગરાજ સહિત અન્ય સામાન નાંખીને તેને આશરે 20 દિવસ સુધી મિક્સ કરવું પડે છે. શાહીનો રંગ કાળો જ રહે છે, પરંતુ સોનું રહેવાથી ઓછા પ્રકાશમાં પણ અક્ષર ચમકવા લાગશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">