Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંભાળ્યો બીજી ટર્મ માટેનો વિધીવત્ ચાર્જ, ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રીના હાથે બાંધ્યું રક્ષાસૂત્ર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાનો પદભાર સંભાળ્યો હતો . તેમજ તેમની સાથે સાથે નવા મંત્રીઓએ પણ આજે પદભાર સંભાળ્યો હતો. આજે ડો. કુબેર ડિંડોરે  શિક્ષણ પ્રધાન તરીકે પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો હતો.  તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ  બપોરે 12: 15 વાગ્યે પોતાનો ચાર્જ સંભાળશે. ઉપરાંત  કુંવરજી હળપતિ તેમજ કુવરજી બાવળિયાએ પણ આજે પોતાનો પદભાર સંભાળ્યો હતો.

Gandhinagar:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંભાળ્યો બીજી ટર્મ માટેનો વિધીવત્ ચાર્જ, ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રીના  હાથે બાંધ્યું રક્ષાસૂત્ર
CM Bhupendra Patel new cabinet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 11:28 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધીવત રીતે બીજી ટર્મ માટે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમણે પોતાની ઓફિસમાં પૂજન અર્ચન કર્યું હતું અને પોતાની ખુરશી પર  બેસીને  નવી ટર્મ માટેની જવાબદારી સંભાળી હતી. આ  સમયે નવા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ મુખ્યમંત્રીના  હાથે રક્ષાસૂત્ર  બાંધ્યું હતું.  તેમજ નવા મંત્રીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠ્વ્યા હતા. મુખ્યમંત્રી તરીકે  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે સહુજન હિતાય-સહુજન સુખાયની ખેવના તેમ જ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ પણ સંભાળ્યો ચાર્જ

  1. સ્વર્ણિમ સંકુલ 1માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું  મુખ્ય કાર્યાલય રહેશે.
  2. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા કનુભાઈ દેસાઈ અને ડો. કુબેર ડિંડોર સ્વર્ણિમ સંકુલમાં ચેમ્બર નંબર 1માં કાર્યભાર સંભાળશે
  3. રાઘવજી પટેલ ચેમ્બર નંબર 2માં કાર્યભાર સંભાળશે
  4. બળવંત સિંહ રાજપૂત તથા ભાનુબેન બાબરિયા ચેમ્બર નંબર 3માં કાર્યભાર સંભાળશે
  5. કુંવરજી બાવળિયા ચેમ્બર નંબર 4માં કાર્યભાર સંભાળશે
  6. મૂળૂ બેરા ચેમ્બર નંબર 5માં કાર્યભાર સંભાળશે

સ્વર્ણિમ સંકુલ 2 માં રહેશે આ મંત્રીઓના કાર્યાલયની વ્યવસ્થા

  1. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ચેમ્બર નંબર 4માં કાર્યભાર સંભાળશે
  2. જગદીશ વિશ્વકર્મા ચેમ્બર નંબર 2માં કાર્યભાર સંભાળશે.
  3. પરષોત્તમ સોલંકી ચેમ્બર નંબર 1 માં કાર્યભાર સંભાળશે
  4. બચુભાઈ ખાબડ ચેમ્બર નંબર 3માં કાર્યભાર સંભાળશે.
  5. મૂકેશ પટેલ ચેમ્બર નંબર 1માં કાર્યભાર સંભાળશે

આ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ

  1. ઋષિકેશ પટેલ -આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
  2. ડો. કુબેર ડીંડોર- આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
  3. ભાનુ બાબરીયા-સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
  4. મૂળુ બેરા- પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રાલય
  5. કનુ દેસાઇ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
  6. રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
  7. બળવંતસિંહ રાજપૂત- ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
  8. કુંવરજી બાવળીયા- જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

આ છે રાજ્ય કક્ષાના મંત્રીઓ

  1. હર્ષ સંઘવી –  રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
  2. જગદીશ વિશ્વકર્મા (પંચાલ) – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
  3. પરષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન
  4. બચુ ખાબડ – પંચાયત, કૃષિ
  5. મૂકેશભાઇ જે. પટેલ- વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
  6.  પ્રફુલ્લભાઇ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
  7. ભીખુસિંહ પરમાર- અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
  8.  કુંવરજીભાઇ હળપતી- આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">