Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામોને આપી મંજૂરી

Gandhinagar: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની 1 મહાનગરપાલિકા અને 3 નગરપાલિકાઓને કુલ5.60 કરોડ રૂપિયા જન સુવિધાના કામો માટે અપાશે. શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી.

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામોને આપી મંજૂરી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: May 19, 2023 | 12:14 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો-નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. 5 કરોડ 60 લાખ 21 હજાર914ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

56 કામો માટે 1 કરોડ 64 લાખ 06 હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી

શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે 56 કામો માટે 1 કરોડ 64 લાખ 06 હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના 971 જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે.

કાલાવાડ અને હળવદમાં કુલ 4518 ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડાશે

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે ભાવનગર મહાનગરપાલિકાને પણ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે ૬૬ જેટલા કામો માટે 1 કરોડ 83 લાખ 94 હજાર રૂપિયા ફાળવવા પણ અનુમોદન આપ્યું છે. આ કામોનો ભાવનગર મહાનગરમાં 2937 પરિવારોને લાભ મળશે. મુખ્યમંત્રીએ રાજ્યની અન્ય બે નગરપાલિકાઓ કાલાવાડ અને હળવદમાં કુલ 4518 ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે કુલ ર કરોડ 13 લાખ 19 હજાર રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

તદ્દઅનુસાર, કાલાવાડ નગરપાલિકા વિસ્તારના 4237 ઘર જોડાણો રૂ. 1.97 કરોડના ખર્ચે તેમજ હળવદ નગરપાલિકા વિસ્તારના 281 ઘર જોડાણો માટે રૂ.14.87 લાખનો ખર્ચ થશે. આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોસાયટીઓના આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટલાઇટ અને ગટર જેવા કામો માટે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં થતા કુલ ખર્ચ પેટે 70 ટકા રાજ્ય સરકારનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો તથા ર૦ ટકા ફાળો સંબંધિત સોસાયટી દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો: Gandhinagar: USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ

જે ઘરો ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલા ન હોય તેવા ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવા માટે ઘર દીઠ 7 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવીને આ વર્ષના બજેટમાં યોજના માટે રૂ. 8086 કરોડની જોગવાઇ કરેલી છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">