આજથી ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, નવી શિક્ષણનીતિ મુજબ શરુ થશે અભ્યાસક્રમ

આજથી નવા શૈક્ષણિક વર્ષ-2023-24નો પ્રારંભ થયો છે. આ વખતે રાજ્યની સ્કૂલોમાં ધોરણ.1થી 5ની સાથે બાલવાટિકાનો પણ સત્તાવાર પ્રારંભ થયો છે. પ્રથમવાર રાજ્યની શાળાઓમાં ધો.1માં 6 વર્ષની વય ધરાવતા બાળકોનો પ્રવેશ થશે.

આજથી ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, નવી શિક્ષણનીતિ મુજબ શરુ થશે અભ્યાસક્રમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 9:24 AM

 Gandhinagar : ગુજરાતમાં (Gujarat) આજથી નવા શૈક્ષણિક સત્રનો (New academic session) પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન (Summer vacation) બાદ આજથી શાળાઓ ફરીથી શરુ થઇ છે. આજથી ફરી શૈક્ષણિક કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગૂંજતા થઈ ગયા છે. નવી શિક્ષણનીતિના ભાગરૂપે આ વખતે ગુજરાતમાં પ્રાથમિક શાળમાં પ્રથમવાર સત્તાવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ થવા જઇ રહ્યો છે.

આ પણ વાંચો-Ahmedabad : લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન થશે, હેરિટેજ થીમ પર તૈયાર કરાયુ છે ટર્મિનલ

હવેથી ધો.1માં 6 વર્ષની વય ધરાવતા બાળકોનો પ્રવેશ

આજે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં 35 દિવસથી સૂમસામ પડેલી શાળાઓના કેમ્પસ બાળકોના અવાજથી ગૂંજી ઊઠશે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળી અંદાજે 54 હજારથી વધુ સ્કૂલોમાં 5 જૂન સોમવારથી એટલે કે આજથી નવા શૈક્ષણિક વર્ષ-2023-24નો પ્રારંભ થયો છે. આ વખતે રાજ્યની સ્કૂલોમાં ધોરણ.1થી 5ની સાથે બાલવાટિકાનો પણ સત્તાવાર પ્રારંભ થયો છે. પ્રથમવાર રાજ્યની શાળાઓમાં ધો.1માં 6 વર્ષની વય ધરાવતા બાળકોનો પ્રવેશ થશે. 5થી 6 વર્ષ સુધીના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજ્યની રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળીને અંદાજે 43 હજાર જેટલી પ્રાથમિક શાળાઓ તેમજ 11,400થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી હાઈસ્કૂલ મળી 54 હજાર જેટલી સ્કૂલોમાં 1લી મેથી 35 દિવસનું સ્કૂલોમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ 4 જૂનને રવિવારના રોજ ઉનાળુ વેકેશન સમાપ્ત થતાં સોમવારથી નવા વર્ષનો પ્રારંભ થયો છે.

આ વર્ષે 8 દિવસ વહેલું સત્ર શરૂ

વર્ષ-2022-23માં 13મી જૂનથી સત્રનો પ્રારંભ થયો હતો. જેની સરખામણીએ વર્ષ-2023-24માં 8 દિવસ વહેલું સત્ર શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરાયું છે. જેથી પ્રથમ સત્રમાં 5મી જૂનથી 8મી નવેમ્બર દરમિયાન શિક્ષણકાર્ય માટે કુલ 125 દિવસની ફાળવણી કરવામાં આવી છે. એ પછી 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન અને 30મી નવેમ્બરથી બીજા સત્રનો પ્રારંભ થશે. આમ બીજા સત્રમાં 30 નવેમ્બરથી 5મી મે સુધી શિક્ષણકાર્ય માટે કુલ 125 દિવસ નક્કી કરવામાં આવ્યાં છે.

નવી શિક્ષણનીતિ મુજબ બાલવાટિકા શરુ

ઉલ્લેખનીય છે કે, નવી શિક્ષણનીતિના ભાગરૂપે આ વખતે ગુજરાતના શાળાકીય માળખામાં પણ મોટો ફેરફાર કરાયો છે. જેમાં ધોરણ.1માં પ્રવેશની વયમર્યાદા 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવી છે. જેના કારણે 6 વર્ષથી ઓછી અને 5 વર્ષની વધુ વય ધરાવતાં બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાની જોગવાઈ કરાઈ છે. જેના અનુસંધાને આ વખતે રાજ્યની પ્રાથમિક શાળમાં પ્રથમવાર સત્તાવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ થશે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">