AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video : Ahmedabad: IIMની ઐતિહાસિક બિલ્ડિંગ અંગે લેવાઈ શકે નિર્ણય, પૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચેરપર્સનની મળી બેઠક

Gujarat Video : Ahmedabad: IIMની ઐતિહાસિક બિલ્ડિંગ અંગે લેવાઈ શકે નિર્ણય, પૂર્વ વિદ્યાર્થીઓ સાથે ચેરપર્સનની મળી બેઠક

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 7:11 PM
Share

Ahmedabad: IIMની સ્થાપનાના 60 વર્ષ બાદ કેટલાક બિલ્ડિંગોમાં ક્ષતિ સામે આવતા બિલ્ડિંગને તોડવાનો નિર્ણય કરાયો હતો. જેની સામે IIM એલ્યુમનીએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે ઐતિહાસિક બિલ્ડિંગને તોડવી કે કેમ તે અંગે ચર્ચા માટે ચેરમેન અને IIMA એલ્યુમનીની બેઠક યોજાઈ હતી.

Ahmedabad : અમદાવાદમાં આવેલી ઈન્ડિયન ઈનસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. હાલ આ બિલ્ડિંગ ઘણી ક્ષતિપૂર્ણ બનતા આ બિલ્ડિંગને તોડવા અંગે વિચારણા ચાલી રહી છે. ત્યારે IIMની ઐતિહાસિક બિલ્ડિંગને તોડવા અંગે IIMની એલ્યુમનીએ વિરોધ દર્શાવ્યો હતો. પૂર્વ વિદ્યાર્થીઓથી માંડી ફોરેન યુનિવર્સિટી અને આર્કિટેક નિષ્ણાંતો, શિક્ષણવિદો અને બિઝનેસ લીડર્સ દ્વારા બિલ્ડીંગોના ડિમોલિશનનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ બાબતે બોર્ડ ચેરમેન તેમજ ડાયરેક્ટરને પત્ર લખી તાકીદે બિલ્ડિંગને તોડવાની પ્રક્રિયા રોકવા માગ કરાઈ હતી. જે બાદ IIMની 15 નંબરની બિલ્ડિંગનું રિસ્ટોરેશન પણ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: IIM અમદાવાદનો લોગો બદલાયો, અમદાવાદના બદલે IIMA કરવામાં આવ્યુ

ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ બાબતે બેઠકમાં ચર્ચા

આજે આ બિલ્ડિંગના ડિમોલિશનને લઈને IIMના ચેર પર્સન પંકજ પટેલ અને IIMની એલ્યુમનીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમા IIMના ક્ષતિગ્રસ્ત બનેલા બિલ્ડિંગને તોડવુ જોઈએ કે કેમ તેને લઈને ચર્ચા થઈ હોવાની શક્યતા છે. જો કે પૂર્વ વિદ્યાર્થીઓ આ બિલ્ડિંગ તોડવાના મતમાં નથી. આ અગાઉ પણ તેઓ બિલ્ડિંગના ડિમોલિશન અંગે વિરોધ દર્શાવી ચુક્યા છે. જો કે હવે આગામી સમયમાં મેનેજમેન્ટ IIMના આ જૂના બિલ્ડિંગને લઈને શું આયોજન કરી રહી છે તે અંગેની તમામ બાબતો પર બેઠકમાં ચર્ચા માટે આ બેઠક મળી હતી. જો કે બંધબારણે યોજાયેલી આ બેઠક અંગે IIMના સત્તાધિશો હાલ કંઈ કહેવા તૈયાર નથી. ત્યારે જોવુ રહેશે કે આગામી સમયમાં બિલ્ડિંગ અંગે શું નિર્ણય લેવામાં આવે છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">