AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDI અને NTPCએ ઉદ્યોગ સાહસિકતા દ્વારા મહિલા સશક્તિકરણ માટે મિલાવ્યો હાથ

EDI અને NTPCએ મહિલા સશક્તિકરણ માટે હાથ મિલાવ્યાં. એમઓએ અંતર્ગત ઇડીઆઇઆઇ એનટીપીસી નોઇડાના આસપાસના વિસ્તારોમાં વંચિત મહિલાઓને નવી એન્ટરપ્રાઇઝની રચના કરવામાં સહયોગ કરશે.

EDI અને NTPCએ ઉદ્યોગ સાહસિકતા દ્વારા મહિલા સશક્તિકરણ માટે મિલાવ્યો હાથ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 10:38 PM
Share

ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (EDII) ની માન્યતા ધરાવાત સેન્ટર ઓફ એક્સલન્સ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) એ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (EDII) ના સીએસઆર વિભાગ સાથે શુક્રવારે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (EDII) ઉપર હસ્તાક્ષર કર્યાં છે.

આ એમઓએ અંતર્ગત ઇડીઆઇઆઇ એનટીપીસી નોઇડાના આસપાસના વિસ્તારોમાં વંચિત મહિલાઓને નવી એન્ટરપ્રાઇઝની રચના કરવામાં સહયોગ કરશે. વધુમાં ઇડીઆઇઆઇ વંચિત મહિલાઓના લાભાર્થે કોલ્ડ કોમ્પ્રેસ્ડ ઓઇલ યુનિટની સ્થાપના પણ સુનિશ્ચિત કરશે. સહભાગી મહિલાઓને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન દ્વારા આ પહેલને મજબૂત કરાશે.

એનટીપીસીએ તેની સીએસઆર પહેલ અંતર્ગત મહિલાઓને સશક્ત કરવા તથા તેમને ઉદ્યોગસાહસિક અને આત્મનિર્ભર બનાવવાની પ્રવૃત્તિના ભાગરૂપે આ પહેલ કરી છે. સ્વ-સહાય જૂથની કુલ 30 મહિલાઓને એક વર્ષના સમયગાળામાં સ્વતંત્ર અને સશક્ત કરાશે. એક્સેંચર, એચએસબીસી, ટાટા કમ્યુનિકેશન્સ, એમેઝોન ઇન્ડિયા, ફેસબુક, ઓએનજીસી, બેયર, એચસીએલ વગેરે જેવાં કોર્પોરેટ હાઉસની સીએસઆર પહેલો માટે ઇડીઆઇઆઇ મહિલા ઉદ્યોગસાહસિકતા અને સશક્તિકરણના ઘણાં પ્રોગ્રામ લાગુ કરે છે.

આ પણ વાંચો : વર્ક ફ્રોમ હોમના નામ પર લોકો સાથે છેતરપિંડી, વોટ્સએપ પર જો આવો મેસેજ આવે તો રહો સાવધાન ! જુઓ Video

અત્યાર સુધીમાં સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ, આંત્રપ્રિન્યોરશીપ ક્ષમતા નિર્માણ પ્રોગ્રામ, ડોમેન અને સ્કિલ ટ્રેનિંગ, નેટવર્કિંગ અને માર્કેટિંગ એક્સપોઝર, માર્ગદર્શન અને સહયોગ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ દેશભરમાં 39,142 મહિલાઓ સુધી પહોંચી છે.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">