GANDHINAGAR : દરેક રાજયની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદા સોનોવાલ

કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડી સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે,

GANDHINAGAR : દરેક રાજયની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદા સોનોવાલ
પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન

કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડી સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે, જે અંતર્ગત મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે રૂ.૧૦૦ લાખ કરોડના રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. આ વિઝનરી યોજના દેશના અવિરત વિકાસમાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે, જે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં જ નહિ, સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્ર તરફ પણ દેશને આગળ લઈ જશે.

તેમણે ઉમેર્યું કે, આ યોજના થકી દેશની પ્રગતિને નવી ગતિ પ્રદાન થશે. જેના થકી તમામ મંત્રાલયના વિભાગ હવે જીઆઇએસ પ્લેટફોર્મના માધ્યમથી ક્રોસ સેક્ટરમાં યોજનાઓની પ્રગતિની કલ્પના, સમીક્ષા અને દેખરેખ રાખવા સક્ષમ રહેશે. સમયાંતરે જમીન ઉપર થઈ રહેલા કામની પ્રગતિ અંગે જાણકારી અપાશે. જેથી સમગ્ર યોજનાની કામગીરીને અદ્યતન બનાવી શકાશે. પોર્ટલ ઉપર નિયમિત રૂપે આ માસ્ટર પ્લાનને આગળ ધપાવવા તથા તેના સંલગ્ન વિવિધ પગલા ભરવા અંગેની પણ જાણકારી મળી રહેશે. પોર્ટલ મારફતે દરેક વિભાગ એકબીજાની ગતિવિધિઓ જોઇ શકશે, જેના થકી યોજનાઓના વ્યાપક અમલીકરણ સમયે મહત્વપૂર્ણ માહિતી પણ મળી રહેશે. તેના માધ્યમથી વિવિધ વિભાગ ક્રોસ સેક્ટરલ ઇન્ટરેક્શનના માધ્યમથી તેમની યોજનાઓને પ્રાથમિકતા આપવા સક્ષમ રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વિવિધ અવરોધોની ઓળખ કર્યાં બાદ યોજના તૈયાર કરવામાં વિવિધ મંત્રાલયોને સહાય કરશે. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે યોજનાનો સમય અને ખર્ચ ઘટાડવા માટે ઉત્તમ માર્ગને પસંદ કરવામાં માર્ગદર્શન પણ અપાશે. પીએમ ગતિશક્તિ દરેક વિભાગની ગતિવિધિની સાથે-સાથે કામગીરીમાં સમન્વય સુનિશ્ચિત કરીને એકંદરે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ઉપયોગી રહેશે. તે ઉપરાંત આ યોજના જીઆઇએસ-આધારિત સ્થાનિક યોજના અને ૨૦૦થી વધુ લેયર્સ સાથે વિશ્લેષણાત્મક ઉપકરણોને એક સાથે સંપૂર્ણ ડેટા પ્રદાન કરશે, જેનાથી અમલીકરણ એજન્સીને વધુ સ્પષ્ટતા મળી રહેશે.

મધ્યપ્રદેશના ઉદ્યોગ-નીતિ અને મૂડીરોકાણ વિભાગના મંત્રી રાજ્યવર્ધનસિંહ દત્તિગાંવએ જણાવ્યું કે, ભારતના સર્વગ્રાહી વિકાસ અને ‘નયા ભારત’ના નિર્માણ માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન મુખ્ય ચાલકબળ બની રહેશે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનના કારણે એવા પ્રોજેક્ટ નિર્માણ પામશે જે મધ્યપ્રદેશના ઉત્પાદનોને સરળતાથી ગુજરાતના બંદરો સુધી પહોંચાડી દેશે, મધ્યપ્રદેશના ઉત્પાદકોને આનાથી વૈશ્વિક માર્કેટ સુધીની સરળ પહોંચ પ્રાપ્ત થશે.

પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અમલીકરણ માટેના ડેશબોર્ડ અને GIS સુવિધાઓની મંત્રીએ ભરપૂર પ્રશંસા કરી હતી. કેન્દ્રીય પોર્ટ મંત્રાલયના અધિક સચિવ શ્રી સંજય બંદોપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમા આતર માળખાકીય સુવિધાઓનો સુગ્રથિત અને સમયસર વિકાસ થાય એ આશય થી શરૂ કરેલ પી.એમ. ગતિશકિત પ્રોજેકટ અંતર્ગત કેન્દ્રસરકાર તથા રાજય સરકારના વિવિધ વિભાગો-સંસ્થાનોના સહયોગથી આયોજન કરાશે.

તેમણે ઉમેર્યુ કે, વિશ્વમા એ જ દેશ સૌથી વધુ વિકસીત બને છે જેની પાસે એફીસીયન્સી હોય સીમિત સોર્સના માધ્યમથી પણ સંકલિત આયોજન થાય તો ચોકકસ વિકાસકામોમાંઝડપ આવી શકે છે આજ મૂળ હેતુ છે આ પ્રોજેકટનો. આજે પોર્ટ એન્ડ શીપીંગ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે યોજાઈ રહેલ વેસ્ટર્ન રીજનલ કોન્ફરન્સમાં વિવિધ રાજયોના અધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા સત્રો યોજાશે.

કેન્દ્રીય વાણિજય મંત્રાલયના અધિક સચિવ શ્રી અમૃતલાલ મીણાએ વેસ્ટર્ન ઝોનલ કોન્ફરન્સનું આયોજન ગાધીનગર ખાતે યોજવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કરીને પી.એમ.ગતિ શકિત પ્રોજેકટ અંગે પ્રેજન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક મુખ્ય સચિવ અમૃતલાલ મિણા, કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના અધિક સચિવ સંજય બંદોપાધ્યાય, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, રાજ્યના બંદર અને જળમાર્ગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, FICCI ના કો-ચેરપર્સન ગીતા ગોરડિયા, દિનદયાળ પોર્ટ ટ્રસ્ટનાં અધ્યક્ષ સંજય મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ, પશ્ચિમ ઝોનના રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati