AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરી યુ.એસમાં ઘૂસણખોરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે ચાર આરોપી કરી ધરપકડ

ગાંધીનગર પોલીસે કરેલ કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા આવો જ વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરાયો છે.

ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરી યુ.એસમાં ઘૂસણખોરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે ચાર આરોપી કરી ધરપકડ
ફોટો - આરોપીઓ
Mihir Soni
| Edited By: | Updated on: Feb 18, 2022 | 6:17 PM
Share

Ahmedabad: ગાંધીનગર પોલીસે કરેલ કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Crime Branch) દ્વારા આવો જ વધુ એક કબૂતરબાજીના (infiltration) રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી કરોડો રૂપિયા લઈ ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા. કેવી રીતે ચાલે છે કબૂતરબાજીનું રેકેટ જોઈએ આ અહેવાલમાં. ખોટા દસ્તાવેજ બનાવડાવી ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરી છે.

મહેસાણાના આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપેલ છે. જ્યારે આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુ.એસ જવું હોવાથી તેઓ આરોપી પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. જો કે યુ.એસ જવા માટે ફેમેલી ગ્રૂપ રીતે વિઝા પ્રોસીઝર કરવા માટે આરોપી રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બન્નેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા.

જે આધારે બન્ને નાઇઝેરીયા વિઝા માટે દિલ્હી ખાતે જઇ અરજી કરેલ હતી. જેના આધારે નાઇઝેરીયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવી યુ.એસ મેક્સિકો બોર્ડર થી યુ.એસ રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી એમરીકન સિટીઝનશીપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા. જો કે ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા આખા રેકેટનો પર્દાફાશ થયો હતો.

આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જેઓ એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા. જેના બદલામાં જેતે વ્યક્તિને કે ફેમેલીને ભારતમાંથી ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી આપી વિદેશના રેફ્યુઝી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારીઓ એજન્ટો લેતા હતા. જ્યારે સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકણી કરવામાં આવતી હતી. આરોપીઓ અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ કઢાવી વિદેશ મોકલ્યા છે. અને અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ડિંગુંચાના પટેલ પરિવાર પણ એજન્ટ મારફતે યુ.એસ જવાના હતા જ્યાં યુ.એસ બોર્ડર પર બરફની હિમવર્ષા માં બે બાળકો સાથે પરિવારનું મોત નીપજ્યું હતું. પરતું આવા એજન્ટો દ્વારા આખા પરિવારને સવા કરોડ રૂપિયામાં યુ.એસ મોકલવાનું રેકેટ ચાલે છે. જેમાં મોટાભાગના લોકો ગેરકાયદેસર યુ.એસ પહોંચી પણ ગયા છે. કારણકે વિદેશ જવાની ઘેલછામાં કરોડો રૂપિયા ખર્ચી ગેરકાયદે વિદેશ જતા હોય છે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

આ પણ વાંચો: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ખુલાસો, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું હતું કાવતરું

g clip-path="url(#clip0_868_265)">