AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે આચારસંહિતા ભંગ અને પોલીસ ફરજમાં રૂકાવટના આરોપસર વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર દરમિયાન પેથાપુર અને સેક્ટર 13 પોલીસ ચોકી વિસ્તારમાં આ ઘટના બની હતી.

Breaking News : જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો, વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ
| Updated on: Oct 12, 2026 | 10:45 AM
Share

કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન આચારસંહિતાના ભંગ અને પોલીસની કાયદેસરની કામગીરીમાં રુકાવટ ઊભી કરવાના આરોપસર મેવાણી સહિત 10 લોકો સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક, અભદ્ર ભાષાનો ઉપયોગ અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક નિવેષ પંચાલને ચૂંટણી પ્રચાર દરમિયાન મુનાફ પઠાણ નામના વ્યક્તિએ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી. અરજીના આધારે તપાસ હાથ ધરતાં પોલીસે મુનાફ પઠાણ અને તેના સાથીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

આ દરમિયાન વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પીન્ટુ મેમણ સહિતના લોકો સેક્ટર-13 પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, ત્યાં પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી અને પોલીસ અધિકારીઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ અધિકારી અંગે સવાલો ઉઠાવીને ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યાનો પણ આરોપ છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ મુનાફ પઠાણનું નિવેદન નોંધી રહી હતી ત્યારે તેને બળજબરીથી બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રુકાવટ ઊભી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચૂંટણી આચારસંહિતાના ભંગ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા સહિતના મુદ્દાઓને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી હતી. હવે જીજ્ઞેશ મેવાણી સહિત 10 લોકો સામે વધુ એક ફરિયાદ નોંધાતાં રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, આ તમામ આરોપો ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો છે. કેસમાં પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ, ખેલૈયાઓમાં આક્રોશ, જુઓ Video

Follow Us
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
g clip-path="url(#clip0_868_265)">