અમિત શાહના જન્મદિવસ નિમિત્તે પ્રજા વચ્ચે જશે મુખ્યમંત્રી, સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે CM ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસે અમદાવાદ નજીકના મણિપુર ગામમાં સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહના જન્મદિવસ નિમિત્તે પ્રજા વચ્ચે જશે મુખ્યમંત્રી, સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે CM ભૂપેન્દ્ર પટેલ
CM Bhupendra Patel will attend the Sevasetu program on Union Minister Amit Shah birthday

22 ઓક્ટોબર એટલે કે શુક્રવાર અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah Birthday) જન્મદિવસ છે. ત્યારે દેશભરમાં ભાજપના કાર્યકર અને નેતાઓ અલગ અલગ રીતે અમિત શાહનો (Amit Shah) જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ અનોખી રીતિ આ દિવસે ઉજવણી કરશે. ગુજરાતના મુખ્યમંત્રીએ (Gujarat CM) શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે સેવાસેતુ (Sevasetu) કાર્યક્રમમાં હાજરી આપવાનું નક્કી કર્યું છે.

અમદાવાદ નજીક મણિપુર ગામ ખાતે આ કાર્યક્રમ યોજાશે, જેમાં CM ઉપસ્થિત રહેશે. અને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. જણાવી દઈએ કે અમિત શાહના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં તેમના જન્મદિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સેવાસેતુ એક ખાસ કાર્યક્રમ છે જેમાં જનતાને ઘર આંગણે જ સરકારના 13 જેટલા વિભાગની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

નોંધનીય છે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આ કાર્યક્રમોની શરૂઆત થઇ હતી. સરકારી આંકડા પ્રમાણે આ કાર્યક્રમો થાકી 2.5 કરોડ ગુજરાતીઓને ઘરે બેઠા જ લાભ મળ્યો હતો. રૂપાણી કાર્યકાળમાં આ કાર્યક્રમો 6 તબક્કામાં યોજાયા હતા. તો CM ભૂપેન્દ્ર પટેલના નિર્ણય અનુસાર સાતમાં તાબાકે રાજ્યભરમાં કાર્યક્રમ યોજવામાં આવશે.

CM ના નિર્ણય અનુસાર રાજ્યમાં ૨૨ ઓકટોબર ર૦ર૧ થી પ જાન્યુઆરી ર૦રર સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ કાર્યક્રમોમાં સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ સ્થળમાં યોજવામાં આવેલા કેમ્પમાં જ પૂરી પાડવામાં આવશે.

22 ઓક્ટોબર, શાહના જન્મદિવસે ગુજરાતના મુખ્યમંત્રી પ્રથમ સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. તો ત્યાર બાદ અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા દાદાગ્રામ આશ્રમ શાળાની મુલાકાત લેશે. ત્યાં રહેતા શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તે સાણંદના નળ સરોવર પાસે આવેલા મહિલા છાત્રાલયની મુલાકાત લેશે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય રૂપાણીના કાર્યકાળ દરમિયાન આ આયોજનથી ર.૩૦ કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. હવે સાતમાં તબક્કે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે આશા છે કે પ્રજાના પ્રશ્નોનું નિરાકણ આવશે.

 

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિણર્ય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલ અને ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે મુલાકાત, મુખ્યપ્રધાને વાયબ્રન્ટ સમિટનું નિમંત્રણ પાઠવ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati