મુખ્યમંત્રીએ રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડના કામોની મંજૂરી આપી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠાના વિવિધ કામો માટે એક જ દિવસમાં 10 નગરો, 1 મહાનગર માટે મંજૂરી આપવાની સાથે નલ સે જલ' અન્વયે વિવિધ 51 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. 702 કરોડ પાણી પુરવઠાના કામો માટે ફાળવાયા છે

મુખ્યમંત્રીએ રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડના કામોની મંજૂરી આપી
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:14 PM

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) અંતર્ગત પાણી પુરવઠા (water supply) ના વિવિધ કામો માટે એક જ દિવસમાં 10 નગરો, 1 મહાનગર માટે મંજૂરી આપવાની સાથે નલ સે જલ’ અન્વયે વિવિધ 51 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. 702 કરોડ પાણી પુરવઠાના કામો માટે ફાળવાયા છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા  (municipal corporation) માટે કુલ 249 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે આ નગરપાલિકા (Municipality) ઓની શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન જેવા બહુવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા જે રૂ. 249 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ગાંધીધામને 116.54 કરોડ, ગોંડલ માટે 5.82 કરોડ કેશોદ 11.47, રાપર 3.92 કરોડ, જેતપુર-નવાગઢ 25.66 કરોડ, પોરબંદર-છાયા માટે 16.52, કાલાવાડ 7.52, ભાણવડ 4.07, ભુજ 41.61, કુતિયાણા 1.16 અને જૂનાગઢ મહાનગરપાલિકાના 9 અને 10 એમ બે વોર્ડ માટે 14.13 કરોડની રકમનો સમાવેશ થાય છે.

નગરો- મહાનગરોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની 10 નગરપાલિકાઓ સહિત કુલ 51 નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં 702 કરોડ રૂપિયા પાણી પુરવઠાના વિવિધ કામો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.

નલ સે જલ યોજના વિશે જાણો

ગુજરાતના ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ગુજરાતના એકેએક ઘરમાં નળથી પાણી પહોંચાડી દેવાની યોજના બનાવી છે. ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં લગબગ 80 ટકા ઘરોમાં નળથી પાણી પહોંચાડી દેવાયાં છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મિશન ઈન્દ્રધનુષ 4.0 યોજનાનો પ્રારંભ, ત્રણ તબક્કામાં બાળકો-સગર્ભા માતાઓનું રસીકરણ કરાશે

આ પણ વાંચોઃ રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">