ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ ,ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે.આજે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવશે.ત્યારે વિપક્ષ કેગના રિપોર્ટ આધારે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ ,ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે
CAG report to be tabled in House today second and final day of monsoon session of Gujarat Legislative Assembly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:24 AM

ગુજરાત(Gujarat) વિધાનસભાના ચોમાસુ સત્રનો(Monsoon Session)  આજે બીજો અને આખરી દિવસ છે.આજે ગૃહમાં કેગનો અહેવાલ(CAG Report)  રજૂ કરવામાં આવશે.ત્યારે વિપક્ષ કેગના રિપોર્ટ આધારે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે.મહત્વપૂર્ણ છે કે સત્રનો પ્રથમ દિવસ મહત્વનો રહ્યો અને વિધાનસભાને પ્રથમવાર મહિલા અધ્યક્ષ મળ્યા  હતા.

તેની સાથે જ કેટલાક મહત્વના સરકારી વિધેયકો પણ પસાર કરવામાં આવ્યા હતા.તો પ્રથમ દિવસે કોરોનાના મૃતકોના પરિવારને સહાય અને ડ્રગ્સ મામલે વિપક્ષે સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો. ગૃહરાજ્યપ્રધાન સામે વાકબાણ ચલાવ્યા

જો કે ગૃહમાં પ્રથમ દિવસે વિપક્ષ પોતાની રણનીતિ સાથે સરકારને પહેલા મગફળીના ટેકાના ભાવ મુદ્દે ઘેર્યા, ત્યારબાદ તાઉતે રાહત ફંડ મામલે પણ વિપક્ષે સરકારને ઘેર્યા. જો કે હેરોઈનનો મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહ્યો. ગૃહમાં વિધાનસભા સત્રની કાર્યવાહી દરમ્યાન મગફળીના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વિરજી ઠુમ્મર દ્વારા મુન્દ્રામાં પકડાયેલા હેરોઈનનો મુદ્દો પોલીસની કામગીરી પર સીધો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ સરકારની મીઠી નજર હેઠળ જ હેરોઈન ગુજરાતમાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

જો કે સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ગૃહમાં આક્રમક જવાબ આપતા કહ્યું ગુજરાત પોલીસે 72 કલાકમાં ઓપરેશન પૂરું કર્યું. વિપક્ષને આક્ષેપ કરતા શરમ આવવી જોઈએ. કોંગ્રેસ પોલીસનું મોરલ ડાઉન કરે છે આ વાક્યની સાથે જ વિપક્ષે ગૃહમાં હોબાળો શરૂ કરી દીધો. ગલીમાં ભાષણ કરતા હોય એવી રીતે ગૃહમંત્રી વાત કરતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો, સાથે જ હર્ષ સંઘવી ‘હાય હાય’ના નારા લગાવ્યા  હતા.

જો કે કોંગ્રેસની આક્રમકતા કરતા  પ્રથમ દિવસે  સરકારના મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ તથા mlaની નિષ્ક્રિયતા સ્પષ્ટ પણે આંખે ઉડીને વળગે એવી હતી. વિપક્ષ દ્વારા જ્યારે ગૃહમંત્રીને ઘેરવાનો પ્રયાસ કરાયો, ત્યારે ના સરકારના સિનિયર મંત્રીઓ બચાવમાં આવ્યા, ના પૂર્વ મંત્રીઓ અને ના ધારાસભ્ય. નવનિયુક્ત અધ્યક્ષ દ્વારા ગૃહમંત્રી નવા મંત્રી હોવાનો હોબાળો ના કરવાની કોંગ્રેસને સૂચન કરાયું. જો કે હર્ષ સંઘવી વિરુદ્ધ સુત્રોચાર થોડા સમય ચાલુ જ રહ્યા.

ગૃહરાજ્યપ્રધાને પણ વિપક્ષને વળતો જવાબ આપ્યો હતો.આમ ગૃહનો પ્રથમ દિવસ હંગામા સાથે  પૂર્ણ  થયો હતો. જાયારે   આજનો સત્રનો આખરી દિવસ પણ વિપક્ષના હંગામા વચ્ચે પસાર થાય તેવી પ્રબળ શક્યતા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

આ પણ વાંચો : Ahmedabad: જાણો શહેરમાં કેટલા ખાડા છે? રોડ રિપેરિંગ માટે કેટલા કરોડોનો ખર્ચ? અને AMC ના શું છે વાયદા!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">