ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.શિયર ઝોન સર્જાવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં(Gujarat)  આગામી 3 દિવસ ભારે રહેશે હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે.  જેમાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.શિયર ઝોન સર્જાવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર સહિત પાટણ, મહેસાણામાં હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ(Orange Alert) જાહેર કર્યું છે.તો આ દક્ષિણના પણ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે…હવે રાજ્યમાં માત્ર 10 ટકા વરસાદની જ ઘટ છે.

રાજ્યમાં 28 સપ્ટેમ્બરે આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુર તેમજ 29 સપ્ટેમ્બરે 40 થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર, વડોદરા અને બનાસકાંઠામાં પડ્યો છે. ડીસા, ક્વાંટ અને ડભોઈમાં વરસાદને કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 90 ટકા વરસાદ પડ્યો છે.

અલગ અલગ ઝોનની વાત કરીયે તોકચ્છમાં 88 ટકા ,ઉત્તર ગુજરાતમાં 69 ટકા,મધ્ય ગુજરાતમાં 77 ટકા,સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા અને દક્ષિણ ગુજરાત 83 ટકા વરસાદ વરસ્યો છે

ભલે જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ પડ્યો હોય..પરંતુ સપ્ટેમ્બર મહિનામાં મેઘકૃપા સારી થઇ છે.જેના કારણે રાજ્યમાં વરસાદની ઘટ ઓછી થઇ ગઇ છે…અને હવે જો આગામી દિવસોમાં ભારે વરસાદ આવશે.તો વરસાદની ઘટ સંપૂર્ણ સમાપ્ત થઇ શકે છે.

આ પણ વાંચો : ભારતમાં વેક્સિનેશનનો આંકડો 86 કરોડને પાર, 24 કલાકમાં 99.3 લાખ લોકોને મળી કોરોના વેક્સિન

આ પણ વાંચો :Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો 

Click on your DTH Provider to Add TV9 Gujarati