AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં આજથી નિ:શુલ્ક મળશે કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવી અભિયાનની શરુઆત

ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આ અભિયાનની શરૂઆત કરાવી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં આજથી નિ:શુલ્ક મળશે કોરોના વિરોધી રસીનો બૂસ્ટર ડોઝ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી કરાવી અભિયાનની શરુઆત
મુખ્યપ્રધાને આજથી રાજ્યમાં નિ:શુલ્ક બૂસ્ટર ડોઝ અપાવવાની કરાવી શરુઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 10:57 AM
Share

દેશમાં આજથી કોરોના વાયરસના  (Corona virus) સંક્રમણથી બચવા માટે મફતમાં બુસ્ટર ડોઝ (Booster dose) મળશે. આજથી 75 દિવસ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 18થી 59 વર્ષની ઉંમરની વ્યક્તિને બુસ્ટર ડોઝ અપાશે. 18થી 59 વર્ષની ઉંમરના લોકો સરકારી વેક્સિનેસન (Vaccination) કેન્દ્રો પરથી બુસ્ટર ડોઝ લઈ શકશે. જે લોકોએ કોરોના વેક્સિનના બે ડોઝ લઈ લીધા છે અને ત્રીજા ડોઝનો સમય થયો છે તે તમામ લોકો સરકારી રસીકરણ કેન્દ્ર પરથી મફતમાં ડોઝ મેળવી શકશે. ગાંધીનગરથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) આ અભિયાનની શરૂઆત કરાવી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ (Health Minister Rishikesh Patel) પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

75 દિવસ સુધી અપાશે નિઃશુલ્ક રસી

આજથી રાજ્યમાં 15 થી 59 વર્ષ ના લોકો માટે કોરોના પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થશે. અત્યાર સુધી દેશમાં કોરોનાના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળતો હતો, જ્યારે બૂસ્ટર ડોઝ માટે નાણાં ચુકવવા પડતા હતા. જો કે હવે ફરીથી રાજ્યમાં નિ:શુલ્ક બુસ્ટર ડોઝ આપવામાં આવશે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે તેમના જન્મદિવસે આ અભિયાન ગાંધીનગરથી શરુ કરાવી. ગાંધીનગરમાં યોજાનારા આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લોકોમાં જોવા મળી રહી હતી બેદરકારી

આ નિર્ણય પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે, તે સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવતો ન હતો. આ માટે તેમને પૈસા ચૂકવવા પડતા હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. જો કે, ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જોઇએ નહી અને બને તેટલી જલદી બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી.

જે લોકો કોરોનાથી સાજા થયા છે અને ત્રણ મહિના થયા છે તે પણ બુસ્ટર ડોઝ લઈ શકશે. તો આરોગ્ય વિભાગે ગર્ભવતી મહિલાઓને પણ બુસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે. મહત્વનું છે કે, દુનિયાભરના અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોરોના સામે લડવામાં બુસ્ટર ડોઝ અસરકાર છે. અત્યાર સુધીમાં 18થી 59 વર્ષની ઉંમરના 77 કરોડ લોકોમાંથી માત્ર 1 ટકા લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. જ્યારે અત્યાર સુધીમાં 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરના લોકો અને ફ્રન્ટલાઈન વર્કર્સમાંથી 26 ટકા લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">