સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc-2020 મેડલની જાહેરાત, પંચમહાલ જિલ્લાના 4 પોલીસ કર્મચારીઓની પસંદગી

DGP's Commendation Disc - 2020 માટે પંચમહાલ જિલ્લામાંથી પસંદગી પામેલા 4 પોલીસ અધિકારી-કર્મચારીઓને આવતીકાલે ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેડલ એનાયત કરવામાં આવનાર છે.

સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP's Commendation Disc-2020 મેડલની જાહેરાત, પંચમહાલ જિલ્લાના 4 પોલીસ કર્મચારીઓની પસંદગી
Announcement of DGP's Commendation Disc-2020 Medal, Selection of 4 Police Personnel of Panchmahal District
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:20 PM

રાજ્ય પોલીસ દ્વારા વર્ષ 2020માં રાજ્યમાં (POLICE)પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા બજાવવામાં આવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc – 2020 મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા 4 પોલીસ અધિકારીઓ – કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે જેમને આવતીકાલે કરાઈ, ગાંધીનગર (Gandhinagar) ખાતે DGP’s Commendation Disc એનાયત કરવામાં આવશે. વર્ષ 2020 માં ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ માટે રાજ્ય કમિટી દ્વારા પંચમહાલ ( ગોધરા ) રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ રાજેન્દ્રસિંહ સીસોદીયા અને નાદિરઅલી સૈયદની પસંદગી કરવામાં આવી છે.

DGP’s Commendation Disc – 2020 માટે પંચમહાલ જિલ્લામાંથી પસંદગી પામેલા 4 પોલીસ અધિકારી-કર્મચારીઓને આવતીકાલે ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેડલ એનાયત કરવામાં આવનાર છે. ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસ બેડામાં હર્ષની લાગણી પ્રવર્તી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મેડલ રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓને તેમની સંપૂર્ણ ફરજ દરમિયાન કરવામાં આવતી વિશિષ્ટ કામગીરીઓને ધ્યાને લઈને આપવામાં આવે છે. જેમકે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ તેઓની સુરત ખાતેની ફરજ દરમિયાન સુરત A ડિવિઝન વિસ્તારમાં પાટીદાર આંદોલન વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરીને લઈને તેમની આ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

જ્યારે પંચમહાલ જિલ્લા એલસીબીમાં હાલમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ સિસોદીયા જેઓએ જાનમાલની ખુવારી અટકાવી. જેમાં કડાણા , પાનમ ડેમમાંથી પાણી છોડાતા શહેરા પોલીસ સ્ટેશનના નદી કાંઠાના ગામમાં મત્સ્યગંધા બોટમાં સતત ત્રણ દિવસ વરસતા વરસાદમાં પુરગ્રસ્ત વિસ્તારમાં જાનમાલની ખુવારી અટકાવી, માલસામાન સલામત સ્થળે ખસેડવાની તેમજ જન મેદની ઉગારવાનું કામ કરેલ છે. જયારે હાલોલ પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂની ગાડીને પકડવા માટે પોતાની જાનની પરવા કર્યા વગર તે ગાડીનો પીછો ફિલ્મી ઢબે કરી તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડ્યો હતો. જ્યારે હાલમાં પંચમહાલ જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડમાં ફરજ બજાવતા નાદિરઅલી સૈયદએ વોન્ટેડ આરોપી તેમજ જેલમાંથી ભાગી ગયેલા આરોપીઓને ખૂબ જ ટૂંકા સમયમાં ઝડપી પાડ્યા હતા. તેઓએ 35 વર્ષ પહેલા નોંધાયેલા ગંભીર પ્રકારના હત્યા તેમજ બળાત્કારના ગુન્હા આરોપીઓને રાજ્ય તેમજ રાજ્ય બહારથી પકડી લાવવાની કામગીરી કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો :Ahmedabad: શહેરમાં નકલી પોલીસનો આંતક, પોલીસ બની પૈસા પડાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો, જાણો સમગ્ર મામલો

Jamnagar : 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સગર્ભા મહિલા અને જોડીયા બાળકોના મધરાતે જીવ બચાવ્યા

g clip-path="url(#clip0_868_265)">