Ahmedabad: શહેરમાં નકલી પોલીસનો આંતક, પોલીસ બની પૈસા પડાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો, જાણો સમગ્ર મામલો

Ahmedabad: શહેરમાં ફરી એક વખત નકલી પોલીસનો આંતક સામે આવ્યો છે. પાન પાર્લરમાં પોલીસ બની પૈસા પડાવતો નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

Ahmedabad: શહેરમાં નકલી પોલીસનો આંતક, પોલીસ બની પૈસા પડાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો, જાણો સમગ્ર મામલો
ફોટો - આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 07, 2022 | 6:54 PM

Ahmedabad: શહેરમાં ફરી એક વખત નકલી પોલીસનો આંતક સામે આવ્યો છે. પાન પાર્લરમાં પોલીસ બની પૈસા પડાવતો નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી રાજીવ રમેશચંદ્ર પંડ્યા જે ખુદને પોલીસ જણાવી લોકો પાસેથી પૈસા પડાવે છે. એલિજબ્રિજ પોલીસે માહિતી મળતા જ નકલી પોલીસ ઝડપી લીધો છે. ધટનાની વાત કરીએ તો 13 માર્ચના રોજ પટેલ પાન પાર્લરના માલિક સ્વપ્નિલ પટેલ પર ફોન કરીને નહેરુબ્રિજ ટ્રાફિક પોલીસ માંથી હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ બાપુ બોલું છું અને મારો સાળાને 960 રૂપિયા આપી દેજો.

અને ત્યારબાદ આરોપી રાજીવ પંડ્યા જ ભરતસિંહ સાળો બની નરેન્દ્રસિંહ નામની ઓળખ આપી 960 રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો હતો. પાન પાર્લર માલિક સ્વપ્નિલ પટેલ તપાસ કરતા નેહરુનગર ટ્રાફિક પોલીસ ચોકીમાં ભરતસિંહ નામનું કોઈ હેડ કોન્સ્ટેબલ ફરજ ન બજવતું હોવાનું સામે આવ્યું. જે બાદ એલિજબ્રિજ પોલીસ ફરિયાદ દાખલ કરતા નકલી પોલીસની ધરપકડ કરી લીધી હતી.

નકલી પોલીસ રાજીવ પંડ્યા પુછપરછ કરતા સામે આવ્યું કે, આરોપી રાજીવએ પટેલ પાન પાર્લર સિવાય અનેક પાન પાર્લર અને ધણા વેપારીઓ પાસે ખોટી ઓળખ અને નકલી પોલીસ બની પૈસા પડાવ્યા છે. જેમાં સોનલ પાન પાર્લર, પ્રકાશ ચામુંડા સર્જીકલ અને સેજુ ગોલ્ડન કાર સર્વિસના માલિકો પાસેથી પણ આ જ મોડ્સઓપરેન્ડીથી પૈસા પડાવ્યા હતા. આ નકલી પોલીસનો ભાંડો ફૂટતા એલિજબ્રિજ પોલીસ ગાંધીનગરથી આરોપી ધરપકડ કરી લીધી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પકડાયેલ આરોપી રાજીવ પંડ્યા ગાંધીનગર સરગાસળનો રહેવાસી છે અને પોતે બેકાર હોવાથી પોતાના મોજશોખ પુરા કરવા પોલીસ બની પૈસા પડાવતો હતો. હાલ એલિજબ્રિજ પોલીસે નકલી પોલીસ રાજીવની ધરપકડ કરી અન્ય કેટલા લોકો સાથે આ રીતે પૈસા પડાવ્યા છે જેની વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: શિક્ષણને વેગ: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ‘ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’ને ભારત આવવા આપ્યું આમંત્રણ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: JEE Mains 2022 Exam date: JEE Main પરીક્ષાની તારીખો બદલાઈ, જાણો હવે ક્યારે થશે પરીક્ષા, જુઓ નવું શેડ્યૂલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">