Jamnagar : 108 એમ્બ્યુલન્સના સ્ટાફે સગર્ભા મહિલા અને જોડીયા બાળકોના મધરાતે જીવ બચાવ્યા
108ની ત્વરિત અને એમ્બ્યુલન્સ ( Ambhulance) તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું તો સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની અસહ્ય પીડામાંથી મુક્તિ મળી હતી. આમ, 108 ની સેવાને લીધે બે માતાઓ તથા ત્રણ નવજાત શીશુઓનો જીવ બચાવી શકાયો હતો.
ગુજરાતમાં(Gujarat) 108એમ્બ્યુલેન્સ સેવા(Ambulance) લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. 108ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કે કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચી જઈને માનવજીવ બચાવની કામગીરી કરનાર 108 ની સેવા ખરેખર અભૂતપૂર્વ છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. ત્યારે જામનગર(Jamnagar)જિલ્લામાં એક જ દિવસમાં ઘટેલી બે ઘટનાઓમાં માતાઓ તથા નવજાત શીશુઓ માટે જામનગરની 108 સેવા દેવદૂત સમાન સાબિત થઈ છે. જેમાં પ્રથમ ઘટનામાં પોરબંદર જિલ્લાના બળેજા ગામના ગીતાબેન ઉનાવાને 6 મહિને પ્રસૂતિનો તીવ્ર દુ:ખાવો શરૂ થયેલ જેથી તેઓ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા ગયેલ પરંતુ દર્દીની ગંભીર સ્થિતી જોતા પોરબંદર ખાતે પ્રસૂતિ થઈ શકે તેમ ન હોય તેઓને જામનગર ખાતે રિફર કરવામાં આવેલ. પોરબંદરથી જામનગર આવતા રસ્તામાં જ ગીતાબેનને પ્રસૂતિનો તિવ્ર દુ:ખાવો શરૂ થયેલ અને તેઓના સગા દ્વારા રાત્રે 108 જામનગરને કોલ કર્યો હતો.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી માતા તેમજ બાળકોના જીવ બચાવ્યો
જેમાં કોલ મળતાની સાથે જ 108 એમ્બ્યુલન્સ રવાના થઈ હતી અને ચેલા ગામ પાસે બન્ને એમ્બ્યુલન્સનો ભેટો થઈ ગયેલ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. રાજુ સોલંકીએ મહિલાની તપાસ કરતા જણાંયુ કે તેઓની તાત્કાલીક પ્રસૂતિ કરાવવી પડે તેમ છે જેથી ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર 108 ની ટીમે ગીતાબેનની માર્ગ પર જ પ્રસૂતિ કરાવી હતી અને તેમને બે જોડિયા બાળકોને સુરક્ષિત જન્મ આપ્યો હતો. અધુરા માસે જન્મ થયો હોય આ બન્ને બાળકોની હાલત ગંભીર હતી જેથી તાત્કાલીક ઈ.એમ.ટી. રાજુ સોલંકી તથા પાઈલોટ શ્રી અનિરુધ્ધસિંહ દ્વારા તેઓને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડી માતા તેમજ બાળકોના જીવ બચાવવાની પ્રસંશનીય કામગીરી બજાવી હતી.
108 તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી
જ્યારે એ જ દિવસે ઘટેલી બીજી આવી જ એક ઘટનામાં સિક્કાના 24 વર્ષીય રૂકસાનાબેનને પ્રસૂતિનો દુ:ખાવો શરૂ થયો હતો. જેથી તેઓએ જામનગર સિવિલ હોસ્પિટલ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરેલ. કોલ મળતાની સાથે જ 108 તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને દર્દીનું ચેકઅપ કર્યુ હતુ. તપાસ દરમ્યાન દર્દીને દુખાવો થતો હોવાથી તાત્કાલીક તેઓને એમ્બ્યુલન્સમાં લઇ જામનગર જવા નીકળ્યા હતા જ્યાં રસ્તામાં દર્દીને અસહ્ય દુ:ખાવો શરૂ થતા એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવી પડે તેમ હોય રસ્તામાં જ એમ્બ્યુલન્સ ઉભી રાખી અને ઈ.મે.ટી. રાહુલ ઝાલા, કેર એમ્બેસેડર ભાવેશ રામ તથા પાઈલોટ દેવાંગ વાઘેલાએ મહિલાની તાત્કાલિક એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.
સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ ફીઝીશિયન સાથે વાત કરી
પ્રસૂતિ બાદ મહિલાને બાળકીનો જન્મ થયો હતો. આ નવજાત બાળકીને ગરદન ફરતે નાળ વિટળાયેલ હોવાથી પ્રસૂતિ ખુબ જ કઠિન હતી. ત્યારે 108 ના સ્ટાફે સાવધાની પૂર્વક સમયસર બાળકીના ગળેથી નાળ દુર કરી સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. માતાને પહેલાથી જ લોહીની ઉણપ હતી તેમજ માતાનુ ઓક્સિજન લેવલ પણ ઓછુ હતુ. સતત લોહી વહી જવાથી પ્રસૂતાની હાલત ગંભીર બની હતી. જેથી 108 ના ફરજ પરના સ્ટાફે સ્થળ પરથી જ સ્ત્રી રોગ નિષ્ણાત તેમજ ફીઝીશિયન સાથે વાત કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યુ હતુ અને માતા તથા બાળકને યોગ્ય પ્રિ-હોસ્પિટલ કેર આપી તાત્કાલીક જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે ખસેડાયા હતા.
આમ, 108ની ત્વરિત અને તાત્કાલિક સેવાને કારણે બંને નવજાત શિશુને નવજીવન મળ્યું હતું તો સાથે-સાથે જોખમી માતાને પણ પ્રસૂતિની અસહ્ય પીડામાંથી મુક્તિ મળી હતી. આમ, 108 ની સેવાને લીધે બે માતાઓ તથા ત્રણ નવજાત શીશુઓનો જીવ બચાવી શકાયો હતો.
આ પણ વાંચો : Ahmedabad : ચાર ચાર હત્યાની અનોખી કહાની- ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર આપે તેવો હત્યાનો માસ્ટર પ્લાન
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 11 મીએ રાજકોટની ટૂંકી મુલાકાતે, રેડ કાર્પેટ પર બેન્ડ સાથે કરાશે ભવ્ય સ્વાગત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો