Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને 253 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી
Gujarat CM Bhupendra Patel (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:50 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)  દ્વારા 4 મહાનગરોના વિકાસ (Development) માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. અમદાવાદ, સુરત, જામનગર અને વડોદરામાં અલગ અલગ ક્ષેત્રે વિકાસ કરવા માટે રૂપિયા 253 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ માટે રૂપિયા 110  કરોડ, સુરતમાં ફલાયઓવર માટે રૂ. 70  કરોડ, વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી કામો માટે રૂ. 63.53 કરોડ અને જામનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. 9.16  કરોડની ફાળવણી કરી છે…અમદાવાદ માટે ફાળવાયેલા રૂપિયા મહાનગરપાલિકાના આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે..જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ વગેરેના કામ કરાશે.તો વડોદરામાં સીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, ફ્લાઈઓવર બ્રિજ જેવા કાર્યો માટે રકમની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને  253  કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81  જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ 110 કરોડ રૂપિયા ફાળવવા શ્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને ૧૧૨૯ કામો માટે 63. 53  કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે

આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-9  રસ્તાના કામો માટે 9.16કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા રૂ. 250  કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

આ પણ વાંચો : કોરોના મૃતકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકાર પર નારાજ, લોકોને પડતી અગવડતા દૂર કરવા ટકોર

આ પણ વાંચો : Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">