કોરોના મૃતકોને સહાય મુદ્દે સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકાર પર નારાજ, લોકોને પડતી અગવડતા દૂર કરવા ટકોર
કોરોના કાળમાં મૃતકોને સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકાર પર લાલઘુમ થઇ છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહી દીધું કે કોઇપણ સરકાર સહાય આપી લોકો પર ઉપકાર નથી કરતી.
કોરોના(Corona) કાળમાં મૃતકોને સહાય મુદ્દે સુપ્રીમ કોર્ટ(Supreme Court) ગુજરાત(Gujarat) સરકાર પર લાલઘુમ થઇ છે. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહી દીધું કે કોઇપણ સરકાર સહાય આપી લોકો પર ઉપકાર નથી કરતી. આ તેમની ફરજ છે સાથે જ લોકોને પડતી અગવડતા દૂર કરવા રાજ્ય સરકારોને ટકોર પણ કરી છે.કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં જેમના મોત કોરોનાથી થયા તેમને વળતરની વાતનો મુદ્દો સુપ્રીમ કોર્ટના શરણે છે. જેમાં દેશના અનેક રાજ્યમાં વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટ નારાજ પણ છે, સુપ્રીમ કોર્ટની દલીલ છે કે સહાય આપી કોઇપણ સરકાર લોકો પર ઉપકાર નથી કરતી..
મહત્વનું છે કે કોરોનાકાળમાં મૃત્યુ પામેલા દર્દીઓને સહાય મુદ્દે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કબૂલ કર્યું કે, સરકારી ચોપડે અત્યારસુધીમાં 10,579 મોત થયા છે. પરંતુ તેની સામે કોરોનાની મૃત્યુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે. જેમાં સરકારે 87 હજાર જેટલી અરજી મંજૂર કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, ઘણા રાજ્યોમાં કોરોના મૃત્યુ અંગે સરકારી આંકડા અને કોરોના સહાય માટે મંજૂર કરેલી અરજીના આંકડાઓમાં મોટો તફાવત છે. આટલા બધા ક્લેમ ખોટા ન હોય શકે, માટે હવે સરકારે સહાય માટે જેટલી અરજીઓ મંજૂર કરી છે તેના આંકડાને જ ઓફિશિયલ કોરોના ડેથ ગણવાની જરૂર છે. સાથે જ ઉચ્ચ ન્યાયાલયે કહ્યું કે, રાજ્ય સરકાર એવું બિલકુલ ના માને કે તે પ્રજા કે કોઈની ઉપર ઉપકાર કરી રહી છે.
આ પણ વાંચો : Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા
આ પણ વાંચો : PGVCLનો સપાટો, કચ્છ-રાજકોટ જિલ્લાની 8 જેટલી હોટેલ-ફેકટરીમાંથી 4 કરોડની વીજચોરી ઝડપાઇ