Gujarat News: રાજ્યના સાડા ત્રણ લાખ ટ્ર્સ્ટની કામગીરી હવે આંગળીનાં ટેરવે, ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસનું ડિજિટલાઇઝેશન કરાયુ

ગાંધીનગર (Gandhinagar)ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર (CM Bhupendra patel)પટેલ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 ચેરિટી ભવનનું ઇ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

Gujarat News: રાજ્યના સાડા ત્રણ લાખ ટ્ર્સ્ટની કામગીરી હવે આંગળીનાં ટેરવે, ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસનું ડિજિટલાઇઝેશન કરાયુ
Chief Minister performed e-bhumi pujan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 4:52 PM

રાજ્યમાં (Gujarat)નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્ર (Charity)કામ કરે છે તેની વધુ સારી કામગીરી માટે રાજ્યના 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી ભવન બનાવવામાં આવશે. આ જિલ્લાઓમાં ગીર સોમનાથના-વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીનો સમાવેશ થાય છે. ગાંધીનગર (Gandhinagar)ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર (CM Bhupendra patel)પટેલ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 8 ચેરિટી ભવનનું ઇ- ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ઇ -ખાતમુર્હુત  પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની  અતિશય ઝીણવટ ભરી અને લાંબી  કામગીરી પૂર્ણ કરવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું  હતું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા જ પોતાના ટ્રસ્ટની માહિતી  સચોટ રીતે  મેળવી શકશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ચેરિટી ભવનો આધુનિક થવાથી ચેરિટીને લગતી  તમામ  કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે અને એક જ સ્થળે  તમામ વિગતો મળી રહેશે.   તો  કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલા ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટની મિલકતનો સમાજના હિત માટે ઉપયોગ થાય અને વહીવટદારો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યના ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવી શકાય છે. આ નવા ચેરિટી કચેરીના ભવન બનવાથી સુવિધામાં વધારો થશે તેમજ નવા કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને પણ સરળતાથી ન્યાય મળી શકશે. તેમજ આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું  હતું અને સમય બગડતો હતો  તે સમસ્યા પણ  નિવારી શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">