બજેટમાં જળાશયો અને જળસંચય માટે 11,535 કરોડની જોગવાઇ, બંદરોના વિકાસ- વાહનવ્યવહાર માટે 3858 કરોડ ફાળવાશે
રાજ્ય સરકારે આ બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે 11,535 કરોડની જોગવાઇ કરી છે. રાજ્યમાં મોટા ડેમ, તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજના દ્વારા જળ સંગ્રહની કામગીરી પુરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે. આ ઉપરાંત બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમા નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહન વ્યવહાર સેવા પુરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે.
નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2024ના બજેટમાં જળસંચય પ્રભાગ માટે 11,535 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમા મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજયમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.
- કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો 4118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત 2255 કરોડની બે પાઈપલાઈનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે 2700 કરોડની જોગવાઇ
- નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે તેમાં બાકી રહેતી કામગીરી માટે 432 કરોડની જોગવાઈ
- પ્રગતિ હેઠળની અંદાજિત 711 કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે 220 કરોડની જોગવાઇ
- ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે 150 કરોડની જોગવાઈ
- સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂરી થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ
- ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે `૨૩૬ કરોડની જોગવાઇ
- સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરઇ જળાશયને અંદાજિત 160 કરોડના ખર્ચે જોડવાનું આયોજન
- પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે 150 કરોડની જોગવાઇ
- પ્રગતિ હેઠળની અંદાજિત 1020 કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે 150 કરોડની જોગવાઇ
- દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો / બેરેજો / વિયર બનાવવા માટે 130 કરોડની જોગવાઈ
- સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે 125 કરોડની જોગવાઇ
- કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઇ વંચિત વિસ્તારમાં મહીનદી આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓની કામગીરી માટે 120 કરોડની જોગવાઈ
- પ્રગતિ હેઠળની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે 96 કરોડની જોગવાઇ
- અંદાજિત 132 કરોડના ખર્ચની પાનમ જળાશય આધારીત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે 80 કરોડની જોગવાઇ
- અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 60 કરોડની જોગવાઇ
- મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટે 55 કરોડની જોગવાઈ
- બનાસકાંઠા જિલ્લામાં બાલારામથી મલાણા સુધીની પાઈપલાઈનની કામગીરી માટે 50 કરોડની જોગવાઈ
- પ્રગતિ હેઠળની અંદાજિત 110 કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે 46 કરોડની જોગવાઇ
- પ્રગતિ હેઠળની અંદાજિત 250 કરોડના ખર્ચની નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે 45 કરોડની જોગવાઇ
- કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે 45 કરોડની જોગવાઈ
- મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 35 કરોડની જોગવાઇ
- મેશ્વો જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 35 કરોડની જોગવાઇ
- હાથમતી જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 35 કરોડની જોગવાઇ
ભાડભૂત યોજના
ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. જેના માટે 1167 કરોડની જોગવાઇ
સરદાર સરોવર યોજના
ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઇ, જળવિધુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવ્યા છે. આ યોજના માટે 4798 કરોડની જોગવાઈ
- કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે 765 કરોડની જોગવાઈ
- નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે 590 કરોડની જોગવાઈ
- અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા 300 કરોડની જોગવાઈ
- નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે 186 કરોડની જોગવાઈ
- ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે 136 કરોડની જોગવાઈ
બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે કુલ 3858 કરોડની જોગવાઈ
નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વિકસાવવામાં આવી રહ્યું છે. રાજયના વિશાળ દરિયાકિનારે કેમિકલ પોર્ટસ, કન્ટેનર પોર્ટસ તેમજ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સને કારણે ગુજરાતનું દરિયાઇ વ્યાપાર ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. રાજયમાં આવેલ પાંચ એલ.એન.જી. ટર્મિનલ સાથે વિશ્વના પ્રથમ સી.એન.જી. પોર્ટ્સની સ્થાપના કરી નેચરલ ગેસ આયાતમાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે
ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અલંગમાં રિસાયક્લિંગ ક્ષમતા હાલના 4.5 મિલિયન એલ.ડી.ટી. (લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ)થી બમણી કરીને 9 મિલિયન એલ.ડી.ટી.થી કરવામાં આવશે
- નવીન બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઇ
- ઇ-વ્હિકલને સબસિડી આપવા માટે 218 કરોડની જોગવાઇ
- બસ સ્ટેશનના આધુનિકીકરણ તથા સ્વચ્છતાના હેતુસર 118 કરોડની જોગવાઈ
- પ્રદૂષણ ઘટાડવા અને નવિનીકરણ ઊર્જાના સ્ત્રોત વધારવા વાહનવ્યવહાર નિગમ દ્વારા તબક્કાવાર 100 મેગા વોટના સોલાર પાર્કની સ્થાપના કરવાનું આયોજન
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો