Gandhinagar : અમિત શાહ આવતીકાલે ગુજરાત મુલાકાતે, વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન આવતીકાલે ગુજરાત આવશે. જેમાં અમિત શાહ આવતીકાલે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરશે. આ સાથે અમિત શાહ મહિલા સ્વ સહાય જૂથ ટી સ્ટોલનું પણ લોકાર્પણ કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 5:44 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન આવતીકાલે ગુજરાત આવશે. જેમાં અમિત શાહ આવતીકાલે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત કરશે. આ સાથે અમિત શાહ મહિલા સ્વ સહાય જૂથ ટી સ્ટોલનું પણ લોકાર્પણ કરશે. સઇઝ સ્વામિનારાયણ ગુરુકુલ ઓક્સિજન પ્લાન્ટ તથા શાળા સંકુલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરશે. તથા પાનસર તળાવ બ્યુટિફિકેશ કરાશે, સ્થળની લશે મુલાકાત, ભૂમિ પૂજન કરશે. અમિત શાહ પાનસર PHC સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. આ સાથે શાહ પાનસર જૈન મંદિર પાસે સભાને સંબોધિત કરશે. કલોલ તાલુકાના વિકાસના કામોનું લોકાર્પણ કરશે. તેઓ માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. આ ઉપરાંત, અમિત શાહ પરિવારજનો સાથે નવરાત્રિની આરતીમાં હાજરી આપશે.

નોંધનીય છેકે આજે મોડી રાત્રે અથવા શુક્રવારે સવારે અમિત શાહ ગુજરાત આવશે. ગાંધીનગર કોર્પોરેશનમાં જીત બાદ પ્રથમવાર અમિત શાહ ગુજરાત આવી રહ્યાં છે.  8 ઓક્ટોબરે કલોલના કાર્યક્રમમાં શાહ હાજરી આપશે. બીજા નોરતે અમિત શાહ માસણા ખાતે માતાના દર્શને જશે.

સ્થાનિક ચૂંટણીમાં ભાજપના જવંલત વિજય બાદ શાહ ગુજરાત પ્રવાસે

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકા, ઉત્તર ગુજરાતની થરા નગરપાલિકા તથા સૌરાષ્ટ્રની ઓખા નગરપાલિકા ઉપરાંત ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી સહિત વિવિધ વિસ્તારોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતાં. જેમાં ભાજપને ઝળહળતી સફળતા સાંપડી હતી.

કુલ 184 બેઠકો પૈકી 136 બેઠકો ભાજપના ફાળે ગઇ હતી. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં 44 બેઠકોના પરિણામમાં 41 ભાજપ, કોંગ્રેસને 2 અને આપને એક બેઠક મળી હતી. થરા,ઓખા અને ભાણવડ પાલિકાના 78 બેઠકોના પરિણામમાં ભાજપને 56, કોંગ્રેસને 22 બેઠકો મળી હતી.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">