Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નદી વચ્ચે મહિલાનું હૈયાફાટ રુદન, મારા પરિવારને બચાવો, જુઓ Video
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા.લોકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા છે. ત્યારે એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમના પરિવારને બચવવા લોકો પાસે મદદ માંગી રહી છે.
અમદાવાદમાં 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. 1 વ્યક્તિનો જીવ બચ્યો હતો જ્યારે તમામના મૃત્યું થયા હતા. આ અકસ્માતમાં લગભગ 270 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં આવી જ દુખદ ઘટના બની છે.
વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં સામે આવી છે.બ્રિજનો બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો છે. બે ઈકોવાન, એક પીકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં ખાબક્યા છે.ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ગયા છે. તો અનેક લોકોનું હજુ પણ રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યુ છે.
મારા પરિવારને બચાવો
ત્યારે આ હચમચાવી નાંખનારી આ ઘટનામાં એક એવો વીડિયો સામે આવ્યો છે. જેમણે લોકોની આંખો ભીની કરી છે. એક માતા, એક પત્ની કે, જે પોતાના પરિવારને બચાવવા લોકોની મદદ માંગી રહી છે. આ વીડિયોમાં મહિલા કહી રહી છે કે, એ મારા દીકરાને ઘરવાળાને બચાવો. ચારે બાજુ વાહનો અને મૃતદેહનો વચ્ચે મહિલા ઉભી છે. તે પણ ઈજાગ્રસ્ત હશે પરંતુ આ દુખદ ઘટનામાં તે તમામ દુખ ભૂલી લોકો પાસે પરિવારને બચવવા મદદ માંગી રહી છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા હૈયાફાટ રુદન કરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમા અનેક બ્રિજ તુટવાની દુર્ઘટના સામે આવી છે. ત્યારે ગુજરાતમાં પુલની સલામતી એક ગંભીર મુદ્દો છે, અને આ અકસ્માતોમાંથી શીખીને પુલોના બાંધકામ, જાળવણી અને દેખરેખમાં સુધારો કરવો જરૂરી છે.
