AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: ગાંધીધામ પોલિસે ગણતરીનાં દિવસમાં ચોરાયેલો મુદ્દામાલ રીકવર કરી વેપારીને પરત કર્યો, DGPએ બિરદાવી કામગીરી

પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિથી લઇ અનેક બાબતોને લઇને પોલિસ હમેંશા ચર્ચામાં રહેતી હોય છે તેવામાં ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે નવા જ અભીગમ સાથે શરૂ કરેલા આ પ્રયાસની નોંધ ગુજરાત રાજ્યના પોલિસવડાએ પણ લીધી હતી.

Kutch: ગાંધીધામ પોલિસે ગણતરીનાં દિવસમાં ચોરાયેલો મુદ્દામાલ રીકવર કરી વેપારીને પરત કર્યો, DGPએ બિરદાવી કામગીરી
fully recovered stolen property returned to trader by Gandhidham police
Jay Dave
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:12 AM
Share

આમતો ચોરી કે છળકપટથી ગયેલા મુદ્દામાલ આરોપી સાથે પકડાય એટલે કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ પોલિસ દ્વારા તેને મુક્ત કરાતો હોય છે. બાદમાં ફરિયાદીને સોંપાતો હોય છે. જો કે કચ્છ(Kutch)ના ગાંધીધામમાં બી-ડિવિઝન પોલિસે (Gandhidham B Division Police)   ચોરી(Theft)ના બે કિસ્સામાં મુદ્દામાલ સંપુર્ણ રીકવર કરી વેપારીઓને પરત કરતા તેમની કામગીરીની ગુજરાત DGPએ પણ પ્રશંસા કરી છે.

સામાન્ય રીતે ચોરીના બનાવોમાં ફરિયાદીને તેમનો મુદ્દામાલ મળતા ઘણો સમય લાગી જાય છે. ઘણી વાર તો પોલીસ પ્રોસેસ પુરી થયા બાદ સંપૂર્ણ મુદ્દામાલ મળતો પણ નથી. આવા બનાવોમા અનેકવાર પોલિસ સામે ઓછા મુદ્દામાલને લઇને અનેક આક્ષેપો થાય છે. જો કે ગાંધીધામ બી-ડિવિઝન પોલિસે આવીજ પ્રેરણાદાયી કાર્યવાહીનો પ્રયાસ કર્યો છે જેની ગાંધીધામના વેપારી તથા વિવિધ એસોસીયેશને નોંધ લીધી છે.

ગાંધીધામમાં કંડલા પોર્ટ અને અનેક ઉદ્યોગો આવેલા છે. જ્યા ચોરીના અનેક કિસ્સા સામે આવે છે. જો કે પાછલા બે કિસ્સામાં ખાંડ તથા ધઉંનો મોટો જથ્થો ચારાઇ ગયા બાદ રીપોર્ટ અને ખરાઇ કરાવી પોલિસે લાખો રૂપીયાનો સંપુર્ણ મુદ્દામાલ રીકવર કરી વેપારીને પરત કર્યો હતો. સામાન્ય રીતે આવા બનાવમા લાંબી પ્રક્રિયા અને સમય જાય છે અને કાયદાકીય ગુંચમા ઘણા કિસ્સામા મામલો ગુંચવાઇ પણ જાય છે.

વેપારીઓએ પોલીસનો અભિગમ બીરદાવ્યો

પૂર્વ કચ્છ પોલિસમાં આમતો ટુંકા ગાળામા બે બનાવો એવા બન્યા છે. જેમાં ચોરાયેલા મુદ્દામાલમાં પોલિસની શંકાસ્પદ ભુમીકાઓ ખુલી હોય હા એ વાત અલગ છે પાછળથી મામલો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની સામે પગલા પણ લેવાયા હતા. જો કે ગાંધીધામ બી-ડિવિઝન પોલિસે અલગ અભિગમ સાથે બે બનાવોમાં સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરી કંપની તથા વેપારીને પરત કર્યો છે. ગત મહિને ગાંધીધામ વિસ્તારમાં નોંધાયેલા બે અલગ-અલગ બનાવોમાં ફરીયાદ બાદ આરોપી તથા મુદ્દામાલ તો પોલિસે ઝડપ્યો પરંતુ સાથે-સાથે સંપૂર્ણ મુદ્દામાલ એજ છે તેવી સંપુર્ણ ખરાઇ કોર્ટમાં રજુ કરી તેના મુળ માલિકને તે માલ પરત કર્યો છે. જે અભિગમની ગાંધીધામ વેપારીઓએ નોંધ લીધી છે.

ગાંધીધામ પોલિસે કંડલા ગોડાઉન તથા ટ્રકોમાંથી 10.80 લાખની કિંમતની ચોરાયેલી ખાંડનો જથ્થો તેના મુળ માલિક જે.એન બક્ષી કંપનીના મેનેજર દિનેશ વ્યાસને પરત કર્યો હતો, તો 19 તારીખે આ રીતેજ ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે 10.98 લાખની કિંમતનો ચોરાયેલ ઘઉંનો જથ્થો કોફકો ઇન્ટરનેશનલ ઇન્ડીયા કંપનીના જવાબદારને પરત કર્યો હતો. કાયદાકીય ગુંચો વચ્ચે પોલિસના આ અભિગમને વેપારી સંગઠનોએ બિરદાવ્યો છે.

ગુજરાત DGP એ ટ્વીટ કર્યુ

પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિથી લઇ અનેક બાબતોને લઇને પોલિસ હમેંશા ચર્ચામાં રહેતી હોય છે તેવામાં ગાંધીધામ બી-ડીવીઝન પોલિસે નવા જ અભિગમ સાથે શરૂ કરેલા આ પ્રયાસની નોંધ ગુજરાત રાજ્યના પોલિસવડાએ પણ લીધી હતી. આશીષ ભાટીયાએ આ અંગે ટ્વીટ કરી ગાંધીધામ બી-ડીવીઝનના અભીગમની પ્રસંશા કરી હતી.

આ પણ વાંચો-

કોંગ્રેસે લગાવેલા 500 કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે વિજય રૂપાણીની સ્પષ્ટતા, ટ્વિટ કરી કહ્યુ ”મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર”

આ પણ વાંચો-

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">