Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ

યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે.

Surat : કોર્પોરેશનના બજેટમાં સુરતના મિલકતદારોને મળી રહી છે મોટી રાહત, જાણો શું છે ખાસ
Surat Municipal Corporation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 7:50 AM

કોરોનાને (Corona ) કારણે છેલ્લાં બે વર્ષથી લોકોની હાલત કફોડી થઇ છે . રહેણાક અને બિનરહેણાકમાં 3.60 લાખ મિલકતદારો પાલિકાનો વેરો (Tax ) ભરપાઇ કરી શક્યા નથી . શહેરના 3,60,539 મિલકતદારોએ વેરા પેટે રૂ . 570 કરોડ ચૂકવવાના બાકી છે. રૂ . 570 કરોડના બાકી વેરામાં રૂ.181 કરોડની વ્યાજની રકમનો સમાવેશ થાય છે . ત્યારે સુરત મહાનગરપાલિકા(SMC)  દ્વારા 31-03-2021 રોજ મિલકતવેરો ભરવાનો બાકી હોય તેવા મિલકતદારો પાસેથી વ્યાજ માફી આપવાનો નિર્ણય કર્યો છે.

રહેણાક મિલકતોમા 31 મી માર્ચ સુધીમાં સામાન્ય સભામાં બજેટ મંજૂર થતા વ્યાજમાફી શરૂ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ પહેલી વખત મિલકતવેરાના બાકી ચુકવણામાં વ્યાજ માફી યોજના લાગુ કરી છે. સામાન્ય સભામાં બજેટ મંજુર થતા જ વ્યાજ માફી યોજના લાગુ પડી ગઇ છે. જો કે પાલિકાના આકારણી વિભાગ અને એકાઉન્ટ વિભાગ દ્રારા સોફટવેર અપડેટની કામગીરી ચાલી રહી છે.

સોફટવેર અપડેટ આ અઠવાડિયામાં સુધીમાં થઇ જાય તેવી પુરી સંભાવના છે. શહેરીજનો મોડામાં મોડુ આ અઠવાડિયાથી વ્યાજ માફી સાથે મિલકતવેરા ભરપાઇ કરી શકશે. આ યોજના ફકત 31 માર્ચ 2022 સુધી જ અમલી હોવાથી 3.60 લાખ મિલકતદારોને તેનો લાભ લેવા પાલિકાએ અપીલ કરી છે. બાકી વેરો ભરપાઇ કરી દે તો તેમને વ્યાજમાં 100 ટકા માફી આપવામાં આવશે. બિનરહેણાક મિલકતદારો 31-03-2022 સુધીમાં વેરો ભરપાઇ કરી દે તો વ્યાજમાં 50 ટકા માફી આપવામાં આવશે. આ જાહેરાત 2,97,270 રહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ 101.61 ની માફી મળશે. જ્યારે બિનરહેણાક મિલકતદારોને વ્યાજમાં રૂ.41.95  કરોડની માફી મળશે.

Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં સુરતનો હરમીત વગાડશે ડંકો
ગળામાં ખરાશ હોય તો શું કરવું ? જાણો ઘરગથ્થું ઉપાય
શું મેડિટેશનથી વજન ઉતારી શકાય છે? આ રહ્યો જવાબ
આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર

આમ હવે કોરોનાના કારણે આર્થિક ભીંસ અનુભવતા લોકોને મિલકતદારોને વ્યાજમાં માફી આપવાનો નિર્ણય ખુબ આવકારદાયક કહી શકાય. જેને શહેરીજનો પણ આવકારી રહ્યા છે. સામાન્ય સભામાં બજેટ મંજૂરી સાથે જ વ્યાજમાફી આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. એકાઉન્ટ અને આકારણી વિભાગ દ્વારા ટેક્નિકલ અપડેટ બાદ આ કામગીરી શરૂ થઇ જશે. એકાદ અઠવાડિયા લોકોને આ રાહતનો ફાયદો મળવાની શરૂઆત થઇ જશે.  બજેટમાં પ્રાથમિક સુવિધા અને રોડ રસ્તાની સાથે સાથે લોકોનો પણ વિચાર કરીને અનેક જોગવાઈઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

સુરત પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓ માટે સેલ્ફ ડિફેન્સ અંગે ટ્રેનિંગ કેમ્પનું આયોજન

Latest News Updates

અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
અરવલ્લીની વાત્રક નદીમાં નવા નીર આવ્યા, જળાશયમાં નોંધપાત્ર આવક થઈ, જુઓ
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
જોટાણા નજીક ઓઈલ તળાવમાં ભળ્યું, ONGCની લાઈનમાં ભંગાણ પડતા લીકેજ થયું
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
મહેસાણાના કડીમાં ત્રણ ગોડાઉનમાં ભરેલ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, જુઓ
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
છોટા ઉદેપુરના ખેતરમાં સરકારી યોજનાની 800 સાયકલો કાટ ખાઈ રહી છે
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું, હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Rajkot News : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 54 મેડિકલ સ્ટોર પર તવાઇ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
Junagadh Rains : માણવાદરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
g clip-path="url(#clip0_868_265)">