Rajkot: વિજય રૂપાણી સંઘ કાર્યાલય પહોંચ્યા, ગુજરાતની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે ભૈયાજી જોષી સાથે બેઠક

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં સંઘ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. સંઘ કાર્યાલય ખાતે વિજય રૂપાણી સંઘના પૂર્વ સંઘસંચાલક ભૈયાજી જોષી સાથે બેઠક કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:45 PM

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે.આજે વિજય રૂપાણીએ રજપૂતપરા ખાતે ડો.હેડગેવાર ભવન સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી ભૈયાજી જોષી ખાતે મુલાકાત કરી હતી.બંન્નેએ ૪૫ મિનીટ સુધી બંધ બારણે મુલાકાત કરી હતી.આ મુલાકાતને વિજય રૂપાણીએ અનઔપચારિક ગણાવી હતી. અને કોઇ રાજકીય ચર્ચા ન થઇ હોવાનો દાવો કર્યો હતો.

ભૈયાજી સાથે જૂની વાતો વાગોળી,કોઇ રાજકીય ચર્ચા ન હતી-રૂપાણી

બેઠક પૂર્ણ થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતુ કે આજની બેઠક માત્ર શુભેચ્છા મુલાકાત હતી. કોઇ રાજકીય ચર્ચા થઇ નથી. ભૈયાજી જોષી ગુજરાતની રાજકીય સ્થિતિથી વાકેફ છે માટે અન્ય કોઇ ચર્ચા કરવામાં આવી નથી. ઘણાં લાંબા સમયથી મુલાકાત થઇ ન હતી. જેથી આજે નિરાંતની પળોમાં વાતો કરી હતી.

વિજય રૂપાણી સંઘના સારા કાર્યકર,મહેનતું નેતા-ભૈયાજી જોષી

આ અંગે ભૈયાજી જોષીએ કહ્યું હતું કે વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત હતી.હું જ્યારે જ્યારે રાજકોટની મુલાકાતે આવું છું. ત્યારે વિજય રૂપાણી મને મળવા આવે છે.વિજય રૂપાણીએ સ્વેચ્છાએ રાજીનામૂં આપ્યું છે.સંઘના કાર્યકરથી થઇને મુખ્યમંત્રી સુધી સારી રીતે કામગીરી કરી છે. જે આવકારદાયક છે.

નવી જવાબદારી અંગે સેવ્યું મૌન
સામાન્ય રીતે ભાજપમાં મોટી જવાબદારીમાં સંઘની દખલગીરી હોય છે અને તેનું મંતવ્ય લેવામાં આવતું હોય છે,પૂર્વ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ જ્યારે ભૈયાજી જોષીને વિજય રૂપાણીની નવી જવાબદારી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મૌન સેવ્યું હતુ અને આ જવાબદારી પક્ષ અને સંગઠન આપશે તેવો દાવો કર્યો હતો.મારી જવાબદારી સંઘમાં નિમણૂંકની છે.

આ પણ વાંચો: Surendranagar: જિલ્લા પાલિકા તંત્ર એક્શન મોડમાં, NOC ન હોવાના કારણે 7 શાળા પર કરી આ કાર્યવાહી

આ પણ વાંચો: Surat: મજુરાનો તલાટી લાંચ લેતા ઝડપાયો, પેઢીનામું કરવા આટલા હજારની માંગી હતી લાંચ

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">