કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરીની ઘટ, અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ
પંચમહાલના કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરી અનાજની ઘટ સામે આવી છે.. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે કૌભાંડ મામલે ઓડિટ હાથ ધર્યુ હતું. જે દરમિયાન એક ગોડાઉનમાં સ્થળ તપાસમાં 1600 અનાજની ઘટ નજરે પડી હતી. ગોડાઉનમાં સરકારી અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ, તેની બદલે 1600 બોરીમાંથી બાજરી અને જુવાર મળી આવી […]
પંચમહાલના કલોલમાં સરકારી અનાજ કૌભાંડ મુદ્દે વધુ 1600 બોરી અનાજની ઘટ સામે આવી છે.. અન્ન અને નાગરિક પુરવઠા નિગમે કૌભાંડ મામલે ઓડિટ હાથ ધર્યુ હતું. જે દરમિયાન એક ગોડાઉનમાં સ્થળ તપાસમાં 1600 અનાજની ઘટ નજરે પડી હતી. ગોડાઉનમાં સરકારી અનાજની બોરીમાં ઘઉં અને ચોખા હોવા જોઈએ, તેની બદલે 1600 બોરીમાંથી બાજરી અને જુવાર મળી આવી હતી.
https://youtu.be/5ikLXkka4HI
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા નિગમે ઓડિટ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં તપાસ દરમિયાન કુલ 16 હજાર ઉપરાંત બોરીની ઘટ હોવાનું ખૂલ્યું હતું. જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે ફરી ગોડાઉનમાં 1600 બોરીની ઘટ મળી આવતા પુરવઠા વિભાગે તપાસ શરૂ કરી છે.