VIDEO: ગુજરાત તરફ “વાયુ” ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે
વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ જેએન સિંઘની અધ્યક્ષતામાં બેઠક મળી છે. જેમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં વાવાઝોડા દરમિયાન કેવી રીતે કામગીરી કરવી, કોને કઈ કામગીરી સોંપવી, લોકોને સલામત સ્થળે કેવી રીતે લઈ જવા, ફૂડનું વિતરણ કેવી રીતે કરવું, લોકોને ક્યાં આશરો […]
વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ જેએન સિંઘની અધ્યક્ષતામાં બેઠક મળી છે. જેમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં વાવાઝોડા દરમિયાન કેવી રીતે કામગીરી કરવી, કોને કઈ કામગીરી સોંપવી, લોકોને સલામત સ્થળે કેવી રીતે લઈ જવા, ફૂડનું વિતરણ કેવી રીતે કરવું, લોકોને ક્યાં આશરો આપવો, તે તમામ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તો ભારે પવન સાથે પડતા વરસાદમાં તંત્રએ લોકોને પોતાની સુરક્ષા જાતે જ કરવાની સલાહ આપી છે. તંત્રએ ઠેર ઠેર વૃક્ષ પર ચેતવણી આપતા પોસ્ટર લગાવી દીધા છે. જેમા વરસાદ દરમિયાન વૃક્ષોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. મહત્વનું છે કે, ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. જેમા કેટલીક વાર લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જોકે આ વખતે તંત્રએ વૃક્ષો પર જ પોસ્ટર લગાવી દીધા છે. જેથી કોઈ વરસાદ દરમિયાન વૃક્ષોનો સહારો ન લે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો