વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા
વાયુ ચક્રવાતના ભયના ઓથાર હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજ કમાણી કરીને રોજ ખાનારા માછી પરિવારોને ઘરમાં ચૂલો સળગાવવા પણ ફાંફા પડી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે. નર્મદા નદી અને સમુદ્રનો સંગમ સ્થળનો વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ માટે ખુબ મહત્વનો છે. જે વિસ્તારમાં માછીમારી ઉપર અનેક પરિવારો નભે છે. […]

વાયુ ચક્રવાતના ભયના ઓથાર હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજ કમાણી કરીને રોજ ખાનારા માછી પરિવારોને ઘરમાં ચૂલો સળગાવવા પણ ફાંફા પડી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે.
નર્મદા નદી અને સમુદ્રનો સંગમ સ્થળનો વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ માટે ખુબ મહત્વનો છે. જે વિસ્તારમાં માછીમારી ઉપર અનેક પરિવારો નભે છે. વાયુ ત્રાટકવાના અહેવાલ બાદ તંત્રએ તાત્કાલિક તમામ વિસ્તારના માછીમારોને કાંઠા ઉપર પરત આવવા સૂચના જાહેર કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1 હજારથી વધુ બોટ કિનારે લંગારી દેવતા માછીમારોને રોજી ઉપર મોટી અસર પડી છે. નર્મદામાં મીઠું પાણી ન હોવાથી સમુદ્ર ઉપર મહત્તમ આધાર રાખતા માછીમારો સરકારી આદેશ બાદ મુશ્કેલીમાં મુકાયા છે. રોજની કમાણી કરી રોજ ખાનારા અનેક પરિવારને ચૂલો સળગાવવા માટે ફાંફા પડી રહ્યાં હોવાનું જણાવી રહ્યા છે.
માછીમાર સમિતિના અધ્યક્ષ રમેશ માછી અનુસાર 3 દિવસથી માછીમાર સમુદ્રમાં ન જાય તો તકલીફ પડે છે બીજી તરફ સરકારની કોઈ મદદ મળતી નથી. માછીમાર સરકાર તરફ મદદ અથવા ફૂડ પેકેટની આશા લગાવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
માછીમાર હાલ ભાડભૂત કાંઠા આસપાસ માછીમારી કરી સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મીઠાપાણીના અભાવે મહત્તમ પ્રયાસમાં નિષ્ફળતા મળી રહી છે, ત્યારે માછીમારો જલ્દી વાયુની સમસ્યા હળવી થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]