Breaking News : ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ, અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં 44.7 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. તો અમદાવાદ એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

Breaking News : ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ, અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 8:52 AM

ગુજરાતમાં ગરમીનો (Heat) પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ (Ahmedabad) રહ્યું છે. સિઝનની સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં 44.7 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. તો અમદાવાદ એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમરેલી, રાજકોટ અને વડોદરામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ પણ વાંચો-Gujarat Weather Forecast : આજે અમદાવાદ, આણંદ સહિતના અનેક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર

અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ

બીજી તરફ ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો ડિશામાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જૂનાગઢમાં 42 ડિગ્રી અને કંડલામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યુ છે. જ્યારે એક દિવસ બાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

Guava Farming: જામફળની આ જાતોની કરો ખેતી, એક વર્ષમાં આ રીતે કરી શકો છો 24 લાખની કમાણી

ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે

મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. ગઇકાલે 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગઇકાલે રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.7 તાપમાન નોંધાયું હતુ. જો કે આજથી હીટવેવની આગાહી નથી. અમદાવાદમાં આજે એક દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજ પછી તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. આજ પછી તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થશે. જેથી બે દિવસ પછી ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">