AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી, લિંક મોકલી  9.10 લાખ રૂપિયાની કરી ઠગાઈ

Gujarati Video : મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી, લિંક મોકલી 9.10 લાખ રૂપિયાની કરી ઠગાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 7:10 AM
Share

મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ઉંઝાના વરવાડા ગામના એક યુવકને નોકરી આપવાની લાલચ આપી 9.10 લાખ રુપિયાની ઠગાઈ થઈ છે

રાજ્યમાં અવારનવાર નોકરીની લાલચ આપીને ઠગાઈ કરવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મહેસાણામાં બની છે. મહેસાણામાં ઓનલાઈન નોકરી આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ઉંઝાના વરવાડા ગામના એક યુવકને નોકરી આપવાની લાલચ આપી 9.10 લાખ રુપિયાની ઠગાઈ થઈ છે. જો ઘટનાની વાત કરીએ તો વરવાડાનો યુવક નોકરીની શોધ કરી રહ્યો હતો. ત્યારે ગત 27 સપ્ટેમબરના રોજ યુવકને અજાણ્યા નંબર થી ફોન આવ્યા બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યુ હતુ. જેમાં આરોપીએ ઓનલાઈન લિંક મોકલીને રુપિયા ભરવાનું કહેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :Gujarati video : મહેસાણાના ઊંઝા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનને ટકકરે 19 વર્ષીય યુવકનું મોત

MS યુનિવર્સિટીમાં નોકરીની લાલચ આપી કરાઈ હતી ઠગાઇ

તો બીજી તરફ વડોદરામાં નોકરીની લાલચે કરોડોની ઠગાઇ થઈ હતી. એક બે નહીં, પણ 15 લોકો પાસેથી ઠગબાજોએ રૂપિયા 1 કરોડ 67 લાખ પડાવ્યા હતા. ઠગબાજોએ નોકરી વાંચ્છુકોને પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીમાં નોકરીની લાલચ આપી અને અલગ અલગ પોસ્ટ માટે અરજી મંગાવીને મન ફાવે તેટલા રૂપિયા ખર્ચી ઠગાઇનો શિકાર બનેલી અમદાવાદની કિંજલ પટેલ નામની મહિલાએ અમદાવાદમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તથ્ય જણાતા વડોદરાના સયાજીગંજ પોલીસ મથકે અરજી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જ્યાં તપાસમાં ખુલાસો થયો કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત રાજ્યના વિવિધ શહેરોના કુલ 15 લોકો સાથે ઠગાઇ થઇ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 15, 2023 06:57 AM
g clip-path="url(#clip0_868_265)">