RAJKOT જિલ્લા-શહેરમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, CM રૂપાણીના 5 પરિવારજનો કોરોના સંક્રમિત

રાજકોટમાં CORONAની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. હાલ CM વિજય રૂપાણીના 5 પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં CMના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને CMનો ભત્રીજો અનિમેષ રૂપાણી RAJKOTમાં હોમ આઇસોલેટ થયા છે.

| Updated on: Apr 06, 2021 | 7:54 PM

રાજકોટમાં CORONAની વિસ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. હાલ CM વિજય રૂપાણીના 5 પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં CMના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને CMનો ભત્રીજો અનિમેષ રૂપાણી RAJKOTમાં હોમ આઇસોલેટ થયા છે.

 

શહેરમાં પોઝિટિવ કેસની સાથોસાથ મોતની સંખ્યા પણ વિસ્ફોટક સ્થિતિ જોવા મળી છે. RAJKOT શહેરમાં 24 કલાકમાં 19 દર્દીના મોત થયાના અખબારી અહેવાલો છે. જોકે, આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. વધતા મોતથી આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. હાલ, શહેરમાં CORONAના મૃત્યુઆંકને ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી બન્યું છે. હાલ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે, જ્યાં છેલ્લા પાંચ દિવસમાં આરોગ્ય વિભાગના 70 કર્મચારીઓ, મેલેરીયા વિભાગના 2 અને વિજિલન્સ ના 5 પોલીસકર્મી સહીત 81 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આમ, સ્થિતિ વધુ વણસે તેવા રાજકોટમાં એંધાણ દેખાઇ રહ્યાં છે.

JASDANમાં 36 કેસ નોંધાયા
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં CORONAનું સંક્રમણ વધ્યું છે. શહેરો બાદ ગામડાઓમાં સંક્રમણ વધ્યું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નેતાઓએ સભા કર્યા બાદ હવે સંક્રમણ વધ્યું છે. કોરોનાના ત્રીજા તબક્કામાં પહેલીવાર JASDAN પંથકમાં કોરોનાના 36 કેસ નોંધાયા છે. આથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

BHAKTINAGAR પોલીસ સ્ટેશનમાં 4નો રિપોર્ટ પોઝિટિવ
રાજકોટ શહેરના BHAKTINAGAR પોલીસ સ્ટેશનમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. પોલીસ સ્ટેશનમાં 1 આરોપી, 1 POLICEમેન અને બે HOMEગાર્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ, શહેરમાં પોલીસ સ્ટેશનમાં ફરી CORONAનું સંક્રમણ વધવા લાગ્યું છે.

જિલ્લામાં 11 TEACHER કોરોના સંક્રમિત
હાલ જિલ્લામાં 11 TEACHER કોરોના સંક્રમિત થયા છે, IOB બેંકની ભક્તિનગર બ્રાંચમાં 2 OFFICER અને 3 CLERK સહિત 5 કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા છે, આ ઉપરાંત રાજકોટ ST બસપોર્ટમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. બસ સ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને 6 ડ્રાઇવર-કન્ડક્ટર કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ તમામ કર્મચારીને આઇસોલેટ કરવામાં આવ્યા છે. DHORAJIમાં આજે ફરી શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં 70 TEACHER સંક્રમિત થતા શિક્ષણ ક્ષેત્રમાં ભયનો માહોલ સર્જાયો છે.

શહેરમાં 1464 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">