AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat સરકારની 5 વર્ષની ઉજવણી પર લાગ્યું પરિવર્તનનું ગ્રહણ ?

1 ઓગષ્ટની સવાર ગુજરાત ભાજપના કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકારૂપ રહી .મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડીના શાસનના પાંચ વર્ષની ઉજવણીમાં લાગ્યું છે ત્યારે અચાનક ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજીની નિયુક્તિની જાહેરાત થઇ છે.

Gujarat સરકારની 5 વર્ષની ઉજવણી પર લાગ્યું પરિવર્તનનું ગ્રહણ ?
Eclipse of change felt on 5th anniversary of Gujarat government Celebration(File Photo)
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 01, 2021 | 12:18 PM
Share

2022 ની ચૂંટણી પહેલા ગુજરાત(Gujarat)  ભાજપ માં મોટા ફેરફાર ના એંધાણ જોવા મળી રહયા છે. છેલ્લા 10 વર્ષથી સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવતા ભીખુભાઇ દલસાણીયા( Bhukhubhai dalsaniya) ને હવે ગુજરાતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેમના સ્થાને બિહાર ભાજપ(Bjp) માં સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવતા  રત્નાકરજી(Ratnakarji )ની  નિમણૂક કરાઈ છે

1 ઓગષ્ટની સવાર ગુજરાત ભાજપના કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકારૂપ રહી. પ્રદેશ ભાજપની તમામ નિયુક્તિઓ પૂર્ણ થયા બાદ સમગ્ર સંગઠન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડીના શાસનના પાંચ વર્ષની ઉજવણીમાં લાગ્યું છે ત્યારે અચાનક ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિની જાહેરાત થઇ છે. અચાનક થયેલી આ જાહેરાત ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકો લઈને આવી છે.

ગુજરાત ભાજપમાં રત્નાકરજીની નિયુક્તિ અમિત શાહ અને સી.આર.પાટિલના ઉત્તર પ્રદેશમાં કાર્યકાળના ભાગરૂપે માનવામાં આવી રહી છે.કારણકે ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહે ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી કામ કર્યું અને વારાણસીમાં લાંબા સમય સુધી અનેક વિકાસકામોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મહત્વની ભૂમિકા રહી.

રત્નાકરને ગુજરાતમાં ભાજપના સંગઠન મહામંત્રી બનાવતા ભીખુભાઈ દલસાણીયા ને પણ નવી જવાબદારી મળી શકે છે. રાષ્ટ્રીય સ્તરે તેમને નવી જવાબદારી મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે સૌથી લાંબો સમય તેમણે કામ કર્યું છે. ભાજપમાં સંગઠન મહામંત્રી એ ખૂબ મહત્વની જવાબદારી છે કારણ કે આ જગ્યા સંઘ અને ભાજપ વચ્ચે સમન્વયનું કામ કરે છે તો સાથે જ સંગઠનલક્ષી કામગીરી તેમણે કરવાની હોય છે….

ત્યારે એક નજર કરીએ નવ નિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકર ની અત્યાર સુધીની કામગીરી પર

:- ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. :- બિહાર ક્ષેત્ર માટે સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી છે. :-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે તેમની કારકિર્દીની શરૂઆતથી સંઘ સાથે સંકળાયેલા છે :- જેઓ સામાજિક કાર્યકર તરીકે શરૂઆતના દિવસોમાં સંઘ સાથે જોડાયેલા હતા :- 2017 માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તેમને કાશી અને ગોરખપુર પ્રદેશના સંગઠન સચિવ બનાવવામાં આવ્યા :-બિહાર વિધાનસભા ચૂંટણી 2020, યુપી વિધાનસભા ચૂંટણી 2017, લોકસભા ચૂંટણી 2019 અને બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માં સૌથી વધુ યોગદાન આપ્યું છે. :-બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ગ્રાસરૂટ લેવલ પર તેમનું કામ જોઈને તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર માનવામાં આવ્યા છે. :- તેમને રાજ્ય કક્ષાએ પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે. :- એક માર્ગદર્શક તરીકે, તેમણે પીઆરઆરએફને પોતાનો ટેકો આપ્યો છે અને પીઆરઆરએફ નીતિ, પ્રવૃત્તિ અને ચાલુ પ્રોજેક્ટ્સની સક્રિય દેખરેખ રાખી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ના દોઢ વર્ષ પહેલા ભાજપ સંગઠનમાં મોટો બદલાવ આવ્યો છે.છેલ્લા 13 વર્ષથી સંગઠન મહામંત્રી રહેલા ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ ઉત્તર પ્રદેશના રત્નાકર નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર નિયુક્તિ કરી અને આ નિયુક્તિ એ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના તમામ નેતાઓ અને હોદ્દેદારો નવા મહામંત્રી વિશે જાણકારી મેળવવા લાગી ચૂક્યા છે..

રાજકારણમાં પદ અને ચહેરા ને લઈને ફેરફાર થતા હોય છે એ સ્વાભાવિક છે જો કે ગુજરાત ભાજપ માં સંગઠન મહામંત્રી પદે થયેલો બદલાવ ઉડીને આંખે વળગે એવો છે. કારણ કે વર્ષ 2016 માં આ જ દિવસે આનંદીબેન મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું આજે વર્ષ 2021 માં જ્યારે રૂપાણી સરકાર દ્વારા 5 વર્ષ માં થયેલા કામગીરીની ઉજવણીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આજે જ ભીખુભાઇ દલસાણીયાની ગુજરાત ભજપ સંગઠનમાંથી વિદાય થઈ છે ત્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા હજુ ગુજરાત ભાજપમાં રાજકારણના મોટા ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ પણ વાંચો : Uttar Pradesh: યોગી સરકારના બાબુઓ નહીં કરી શકે બિઝનેસ ક્લાસમાં હવાઈ યાત્રા, નવી ગાડીઓ લેવા પર પણ રોક

આ પણ વાંચો :  ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ, 1 ઓગસ્ટથી સતત નવ દિવસ વિકાસલક્ષી કાર્યક્રમો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">