ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ, 1 ઓગસ્ટથી સતત નવ દિવસ વિકાસલક્ષી કાર્યક્રમો
જેમાં 01 ઓગસ્ટ રવિવારે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાશે.CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે.જ્યાં વિજય રૂપાણી સંબોધન પણ કરશે
ગુજરાત(Gujarat) માં રૂપાણી સરકારના નેતૃત્વના પાંચ વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે સફળતાના 5 વર્ષની રાજ્ય સરકાર પ્રજાલક્ષી કાર્યક્રમો દ્વારા ઉજવણી કરશે.”પાંચ વર્ષ આપણી સરકારના” સૌના સાથ સૌના વિકાસના નારા હેઠળ આજથી રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કાર્યક્રમો યોજાશે. જેમાં 1 ઓગષ્ટથી 9મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવશે. તેમજ તથા લોક કલ્યાણ કાર્યના શુભારંભ-લોકાર્પણ અને લાભાર્થીઓને લાભ સહાયનું વિતરણ કરાશે.
જેમાં 01 ઓગસ્ટ રવિવારે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાશે.CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે.જ્યાં વિજય રૂપાણી સંબોધન પણ કરશે.આ પ્રસંગે શિક્ષણના વિકાસકાર્યો, ગુણવત્તા સભર અને અદ્યતન સુવિધા યુક્ત શિક્ષણના લાભ સહાય માટે 323 કરોડની જાહેરાત કરાશે
આ પણ વાંચો : Gujarat કોરોના વેકસિનેશનમાં અગ્રેસર, ત્રણ કરોડથી વધુ ડોઝ અપાયા
આ પણ વાંચો : WhatsAppને ટક્કર આપવા તૈયાર છે સ્વદેશી એપ Sandesh, આ હશે ફિચર્સ