જામનગરમાં ડ્રાયફ્રુટ- મુખવાસની અલગ-અલગ વેરાઇટીની ધૂમ, ગૃહિણીઓની ઉત્સાહભેર ખરીદી

દિવાળીના મહાપર્વની આજથી શરૂઆત થઇ ગઇ છે. આજે ધનતેરસ છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 1:57 PM

મુખવાસ વગર દિવાળીનો તહેવાર અધુરો રહેતો હોય છે. ત્યારે સામાન્ય રીતે 8થી10 મુખવાસ બજારમાં જોવા મળે છે. પરંતુ જામનગરની બજારોમા એક સાથે 51 પ્રકારના મુખવાસ જોવા મળે છે. અને જામનગરના આ મુખવાસ માત્ર સ્થાનિક બજારોમાં જ નહી, પરંતુ મુંબઈ, બેગલોર સહીતના મહાનગરોમા વેચાય છે. એમાં પણ આ વર્ષે દિવાળીના તહેવારોમા મુખવાસના વેચાણમાં ખુબ વધારો થયો છે. લોકો મુખવાસ લેવા માટે ઉમટી રહ્યાં છે. ડ્રાયફટ મુખવાસથી માંડી જામનીગરી મુખવાસ, કલકતી મુખવાસ સહીતના કુલ 51 પ્રકારના મુખવાસ બજારમા વેચાયા છે. જેનો ભાવ 250 રૂપિયાથી 600 રૂપિયા કિલો વેચાય છે. ત્યારે ગૃહણીઓ હાલ તહેવારોને લઈ ભારે ઉત્સાહ સાથે મુખવાસની ખરીદી કરી રહ્યા છે. આ સિવાય પણ ધનતેરસ નિમિતે બજારમાં વાહનો, સોનાચાંદી અને ઘરગથ્થુ નાસ્તા, રંગોળી સહિતની ખરીદી ચાલી રહી છે.

નોંધનીય છેકે દિવાળીના મહાપર્વની આજથી શરૂઆત થઇ ગઇ છે. આજે ધનતેરસ છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે. ધન્વંતરિ અને કુબેરની ઉપાસના ભગવાન ધન્વંતરિ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનને પીળી વસ્તુ ગમે છે. એટલે કે ભગવાનને પિત્તળ અને સોનું અતિપ્રિય હોય છે. અને એટલા જ માટે આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ રહેલું છે. અને આ ખરીદીને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : દિવાળીના તહેવારમાં અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ ખાસ વાંચો: મંદિરની આરતી-દર્શનના સમયમાં ફેરફાર

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">