Gujarat: મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ કેસની તપાસ NIA ને સોંપવામાં આવી, ગૃહ મંત્રાલયનો આદેશ
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર 2988 કિલો હેરોઇન ડ્રગ્સ મળી આવી હતી, જેની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને DRI દ્વારા કરવામાં આવી રહી હતી. હવે ગૃહ મંત્રાલયના આદેશ બાદ આ કેસ NIA ને સોંપવામાં આવ્યો છે.
ભારતીય એજન્સીઓ દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ (Drugs) જપ્તી કેસની તપાસ હવે NIA ને સોંપવામાં આવી છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 2988 કિલો હેરોઈન ડ્રગ્સ મળી આવી હતી, જેની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી. હવે ગૃહ મંત્રાલયના આદેશ બાદ આ કેસ NIA ને સોંપવામાં આવ્યો છે.
આ કેસમાં કલમ 8C/23 NDPS એક્ટ અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસ દુર્ગા પીવી, ગોવિંદ રાજુ, રાજકુમાર અને અન્ય સામે નોંધવામાં આવ્યો છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર જહાજ મારફતે અફઘાનિસ્તાનથી કેટલાક માલ-સામાનની આડમાં મોટી માત્રામાં ડ્રગ્સ ભારતમાં લાવવામાં આવી રહી હતી. આ જહાજ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ મારફતે ગુજરાત આવ્યું હતું. ED પણ આ મામલે તપાસ કરી રહ્યું છે.
અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત એક ફર્મ દ્વારા મુન્દ્રા પોર્ટ પર અફઘાનિસ્તાનથી કન્ટેનરોની આયાત કરવામાં આવી હતી. આ પછી, આંધ્રપ્રદેશ પોલીસે એક પ્રેસ નોટ જારી કરી હતી કે આંધ્ર પ્રદેશમાં વિજયવાડાનું સરનામું શ્રીમતી ગોવિંદારાજુ વૈશાલીના નામે છે અને તે ચેન્નઈના રહેવાસી છે. ફર્મએ કન્સાઈનમેન્ટને ટેલ્કમ પાવડર હોવાનું કહ્યું હતું, તેઓ આંધ્રપ્રદેશના રહેવાસી નથી.
આંધ્રપ્રદેશના ડીજીપી ગૌતમ સવાંગે કહ્યું હતું કે રાજ્યને તેની સાથે કોઈ લેવાદેવા નથી
આ પછી પણ, આંધ્રપ્રદેશ સરકાર પર આક્ષેપ કરતા મીડિયા અને રાજકીય પક્ષો જોઈને, રાજ્યના ડીજીપી ગૌતમ સવાંગે ખુદ રાજ્ય સરકારના બચાવમાં એક પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે મુન્દ્રા બંદર પર પકડાયેલા હેરોઈનનો મોટો જથ્થો આંધ્રપ્રદેશ સાથે કોઈ લેવાદેવા નથી. એકમાત્ર સરનામું આંધ્રપ્રદેશના વિજયવાડાનું છે, તે ચેન્નઈના રહેવાસી છે.
તેમણે વધુમાં કહ્યું કે, DRI અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો તેની તપાસ કરી રહ્યા છે. ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે હેરોઇનનો આ જથ્થો આંધ્રપ્રદેશથી આયાત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Lakhimpur Violence: રાહુલ-પ્રિયંકા ગાંધી સીતાપુરથી લખીમપુર જવા રવાના, અખિલેશ યાદવ પણ આવતીકાલે લેશે મુલાકાત
આ પણ વાંચો : Char Dham Yatra 2021: ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ સરકારે જાહેર કરી નવી SOP, જાણો શું છે નવા નિયમો