VIDEO: ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડ અને તેના સેવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પેથાપુર પોલીસે ધનજીના અમદાવાદના ચાંદખેડા સ્થિત નિવાસસ્થાને નોટિસ ચોંટાડી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધનજી ઓડ ભાડે બંગલો રાખીને રહે છે. જ્યાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. […]

ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડને લઈને દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. પેથાપુર પોલીસે ધનજીના અમદાવાદના ચાંદખેડા સ્થિત નિવાસસ્થાને નોટિસ ચોંટાડી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધનજી ઓડ ભાડે બંગલો રાખીને રહે છે. જ્યાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. જેથી પોલીસ ઘરની બહાર નોટિસ ચોંટાડી જતા રહ્યા હતા. જેમાં લખ્યું હતું કે ધનજીને પેથાપુર પોલીસ સ્ટેશમાં હાજર થવાનું રહેશે અને તેની વિરુદ્ધ થયેલી ફરિયાદમાં અંગે જવાબ આપવાનો રહેશે. મહત્વનું છે કે એક વ્યક્તિએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ધનજી ઓડ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવાયો છે કે ધનજીના કારણે તેના દીકરાનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અંતે ઢબુડી ઉર્ફે ધનજીના સેવક સામે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરમાં પત્રકારને ધમકી આપવા બદલ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રવીણ પરમાર નામના સુરેન્દ્રનગરના સેવકે પુત્રકારને પુરાવા વિના સમાચાર ચલાવતા હોવાનું કહી ધમકી આપી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો